Back

ડેડીયાપાડાના પણ ગામની સીમમાં ઝાડ સાથે અજાણ્યા યુવાને ફાંસો ખાઈ લેતા અનેક અટકળો

ડેડીયાપાડાના પણ ગામની સીમમાં ઝાડ સાથે અજાણ્યા યુવાને ફાંસો ખાઈ લેતા અનેક અટકળો 



હત્યા કે આત્મહત્યા તપાસ બાદ ખબર પડશે ,હાલ પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી 



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લના ડેડીયાપાડા તાલુકાના પણ ગામની સીમમાં એક અજાણ્યા યુવાને ઝાડ સાથે ફાંસો ખાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર એક અજાણ્યો યુવાન (ઉ.વ આ.20 થી 25 વર્ષ) એ કોઇ અગમ્ય કારણોસર પણ ગામની સીમમાં આવેલ નસંરી નજીક સાગના ઝાડ સાથે તેણે પહેરેલ શર્ટ વડે ગળે ફાસો ખાઇ લીધો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ કરી હાલ અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.ઝાડ સાથે લટકતી હાલતમાં મળેલો આ યુવાન કોણ છે અને તેણે આત્મા હત્યા કરી છે કે હત્યા થઈ છે એ બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે .

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..