Back

કેવડિયામાં પાણી ભરવા બાબતે થયેલી બબાલમાં બાળકીના ગુપ્ત ભાગે ઇજા કરી

કેવડિયામાં પાણી ભરવા બાબતે થયેલી બબાલમાં બાળકીના ગુપ્ત ભાગે ઇજા કરી 



રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લા ના કેવડિયા કોલોની પાસે પાણી ભરવા બાબતે બે પરીવારો વચ્ચે થયેલી મગજમારી બાદ તેની રીશ રાખી પડોસી માતા પુત્રી એ માસુમ બાળકી ના ગુપ્ત ભાગે નખ મારી ઇજા કરતા હાલ એ રાજપીપળા સિવિલ માં સારવાર લઈ રહી છે .



પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા નજીક લીમડી ખાતે રહેતા પરદેશીલાલ સહાનીની પત્ની નંદિનીબેન ગત તારીખ 5 સપ્ટેમ્બરે બપોરે પીવાનું પાણી ભરી રહ્યા હતા એ સમયે તેમની પાડોસી મમતાબેન અને પુષ્પાબેન સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ નંદિનીબેનની સાડા પાંચ વર્ષની બાળકી રિયા પુષ્પાબેન ને ત્યાં ગઈ હોય પાણી ભરવા બાબતે થયેલા ઝગડા ની રીસ રાખી પુષ્પાબેને રિયા ને પકડી તેની આખો બંધ કરી અને પુષ્પાબેન ની પુત્રી મમતાએ પોતાના નખ વડે રિયાના ગુપ્ત ભાગમાં ઇજા કરતા તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલમાં લાવવામાં આવી હતી આમ પાણી ભરવા જેવી નજીવી બાબતે એક માસુમ બાળકી ના ગુપ્ત ભાગમાં ઇજા કરનાર માતા પુત્રી વિરુદ્ધ રિયાની માતા નંદિની એ કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..