Back

જેતપુરના જેતલસર ગામે રક્તદાન, દેહદાન સંકલ્પ, આયુષ્યમાન કાર્ડ તથા માં અમૃતમ કાર્ડ આપવાનું આયોજન..

જેતપુરના જેતલસર ગામે રક્તદાન, દેહદાન સંકલ્પ, આયુષ્યમાન કાર્ડ તથા માં અમૃતમ કાર્ડ આપવાનું આયોજન..

આગામી તા.૧૪-૦૯-૨૦૧૮ ના રોજ માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાજન્મદિન નિમીતે લોકલાડીલા ખેડૂત નેતા તથા પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મણાર્થે જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન  દિનેશભાઇ ભુવાના પ્રયત્નથી જેતલસર ગામે મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત બ્લડ બેંકના લાભાર્થે રાજકોટ જીલ્લા બેંક, 

શ્રી જેતલસર જુથ સેવા સહકારી મંડળી, શ્રી સરદાર પટેલ જેતલસર જંકશન સેવા સહકારી મંડળી, જેસીઆઇ કલર્સ-જેતપુર સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા દેહ દાન તથા અંગ દાન સંકલ્પનો કાર્યક્રમ રાખેલ છે. 

તેમજ સમાન છેવાડાના લોકો માટે કેન્દ્ર સરકારનું આયુષ્યમાન કાર્ડ અને રાજય સરકારશ્રી નું માં અમૃતમ કાર્ડ ના નવા કાર્ડ તેમજ રીન્યુઅલ કાર્ડ કાઢી આપવા માટે કાર્યક્રમનું આયોજન શ્રી જેતલસર જુથ સેવા સહકારી મંડળીના ગોડાઉન ખાતે સવારના ૮:૦૦ કલાકથી કરવામાં આવશે. 

આ આયોજનમાં આયુષ્યમાન કાર્ડ તથા મા અમૃતમ કાર્ડ માટેના આવકના દાખલા જરૂરીયાતમંદ લોકો ને આ કેમ્પમાં જ કાઢી આપવામાં આવશે. 

આ કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડ, આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ પરિવારના મુખ્ય સભ્ય ની હાજરી અનિવાર્ય છે.સૌથી મોટા મહાદાન રક્તદાન, દેહદાન તથા અંગદાન સંકલ્પ માટે ચેરમેન શ્રી દિનેશભાઇ ભુવા એ લોકોને અનુરોધ કરાયો  છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..