Back

કાલોલ માં આજથી ટ્રાફિક નિયમની અમલવારી શરૂ.. ગુલાબ નું ફૂલ આપી કાયદાનું પાલન કરવા અપીલ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સલામતી માટે બનાવવામાં આવેલા નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી આજથી ગુજરાત ભરમાં શરૂ થઈ ગઈ છે ત્યારે કાલોલમાં પણ આજે ટ્રાફિક નિયમની અમલવારરૂપી મામલતદાર કચેરી સામે નેશનલ હાઇવે નંબર ૫ ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર મનોજકુમાર ડામોર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા હાલ આજના દિવસ માટે કાલોલના પીએસઆઈ એ માનવતાવાદી વલણ અપનાવી આકસ્મિક ઘટના નો ભોગ ન બને તે માટે હાઇવે રોડ રસ્તાઓ પર ચાલતા વાહન ચાલકો ને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો તેમજ ઓવર સ્પિડથી વાહન ન ચલાવવા અપીલ કરી છે અને જો ટુ વ્હીલર વાહન ચલાવતા હોય તો ફરિજયાત હેલ્મેટ પેહરો તેમજ જો તમે ફોર વ્હીલર ચલાવતા હોય તો સીટ બેલ્ટ અવસ્ય પહેરવાની અપીલ કરી હતી અંતે ગુલાબનું ફૂલ આપીને હવે પછી ટ્રાફિક નિયમની ચોક્કસ પણે અમલવારી કરવા જણાવાયું હતુ.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..