Back

વાંકાનેર : શારીરિક ચેષ્ટા કરતાં મૃત્યુને ભેટયુ બાળક

વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલ પ્રસિદ્ધ દેવાબાપા ની જગ્યાએ ગત તા.૨૭/૮/૧૯ ના રોજ રાત્રીના સમયે બાળક પ્રિન્સ પ્રવીણભાઈ વેલજીભાઈ નાકીયા ઉ.વ.૫ વાળાનું અપહરણ થતાં વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ગુનો દાખલ થયેલ.

અને તારીખ ૩૧/૮/૧૯ ના રોજ ગુમ થયેલ બાળકની મંદિરના પાછળના ભાગે આવેલા વાડીના કુવામાંથી પથ્થર સાથે બાંધેલી લાશ મળતા બનાવ હત્યામાં પરિણમેલ હોય પો.ઇન્સ વી.બી. જાડેજા ની સુચના મુજબ જુદી જુદી ટીમોને તપાસના કામો સોંપવામાં આવેલ હતા. આ દરમિયાન મંદિરની જગ્યામાં રાખેલા સી.સી.ટી.વી. કેમેરાના તલસ્પર્શી અભ્યાસ માટે મોરબી સીટી એ ડીવીઝન ના પો.કોન્સ. નિર્મળસિંહ ને જવાબદારી સોંપાતા તેમને આ કામના આરોપી રસિક ભાઈ ના કંઈ વર્તણુંક શંકાસ્પદ લાગતા તેના પર વોચ રાખવામાં આવેલ.

તપાસમાં રસિકભાઈની યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડેલ અને આ ગુનાને અંજામ આપેલાની કબૂલાત આપેલ છે. 

આ ગુનાનું કારણ એવું છે કે, આ બનાવના એકાદ અઠવાડિયા પહેલા આ કામના આરોપીની પુત્રી તથા મરણ જનાર બાળક આરોપીના ઘરના બાથરૂમમાં બાળ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હોય જે આરોપી રસિક જોઈ જતા બંને બાળકોને ધમકાવી માર મારી અને બાદમાં આરોપી સતત એવા વિચારમાં રાચતો હતો કે ૨૪ કલાક બાળકોનું ધ્યાન ન રાખી શકાય. જેથી મનોમન પ્રિન્સ નો કાંટો કાઢી નાખવાનું નક્કી કરી. ત્રણેક દિવસ વોચ કરી બનાવના દિવસે તારીખ ૨૭/૮/૧૯ ના રોજ રાત્રીના સમયે દેવાબાપાની જગ્યામાં ભજનનો કાર્યક્રમ હોય બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત હોય પ્રિન્સને ભાગ લેવાના બહાને મંદિર પાસે આવેલ કેબીને મોકલી ત્યાં જઈ મોકો શોધી બાળકને ફોસલાવી પોતાના મોટર સાયકલ પર બેસાડી ફરીને મંદિરે લઈ જવાનું કહી પોતાની વાડી પાસે આવેલ કુવા પાસે લાવી બાળકને ઉતારી મોઢા ઉપર ડુચો આપી કુવાના ગામના પથ્થર સાથે માથું અથડાવી મોત નિપજાવી વાડીમાં પડેલ સિમેન્ટનું ભૂંગળું શોધી ખેતરમાં રોઝ ભગાડવા માટે બાંધેલ ચૂંદડી ના કટકા વડે લાશને ભુંગળા સાથે બાંધી તેના નિકાલ કરવા માટે કૂવાના પાણીમાં ફેંકી દીધેલ.

પકડાયેલા આરોપી રસિકભાઈ છેલુભાઈ કરશનભાઈ નાકીયા ઉ.વ.૩૪ ધંધો ખેતી તથા ઈમીટેશનની મજૂરી રહે. ઠિકરીયાળી તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી.

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..