Back

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા..

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે ગુજરાત પોલીસ કેન્ટીન (સી.પી.સી.) તથા પોલીસ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. તથા બેંક ઓફ ઇન્ડિયા એ.ટી.એમ.નું ઉદઘાટન તથા મીયાવાંકી વન મહોત્સવ અન્વયે વૃક્ષારોપણ કરતી રાજકોટ ગ્રામ્ય પોલીસ.

(કશ્યપ જોશી) : રાજકોટ : આજ રોજ તા.૧૬/૦૯/૨૦૧૭ ના રોજ રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા શ્રી, બલરામ મીણા દ્વારા પોલીસ કર્મચારીઓ માટે મવડી પોલીસ હેડ કવાટર્સ ખાતે ગુજરાત પોલીસ કેન્ટીન (સી.પી.સી.) તથા પોલીસ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. તથા બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ.નું ઉદઘાટન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં શ્રી સંદીપ સિંહ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય તથા શ્રી રવિકુમાર સૈની, ડી.સી.પી.શ્રી રાજકોટ શહેર, તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ અધિકારીશ્રી હાજર રહેલ હતા.

જેમાં શ્રી સંદીપસિંહ  નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ ના વરદ હસ્તે, શ્રી બલરામ મીણા, પોલીસ અધિક્ષક, રાજકોટ ગ્રામ્ય તથા શ્રી રવિ કુમાર સોની, ડી.સી.પી.શ્રી રાજકોટ શહેર, તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના તમામ અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ કેન્ટીન (સી.પી.સી.) તથા પોલીસ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. તથા બેંક ઓફ ઇન્ડીયા નું એ.ટી.એમ. નું ઉદઘાટન કરી પોલીસ પરિવાર માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.

આ પ્રસંગે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટ ના શ્રી સંદીપ સિંહ  ના હસ્તે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી માં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા શ્રીમતિ ચંપાબેન હરજીભાઇ વડોદરા ના ને તેની પુત્રી ના લગ્ન પ્રસંગ સબંધો પોલીસ કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી માંથી રૂપિયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) નો ચેક અર્પણ કરવામાં આવેલ હતો.

જાપાન ના વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયા વાંકી દ્વારા વિકસાવવામાં આવેલ દેશી વૃક્ષોના ગાઢ
જંગલ ઉભા કરવાની એક અનોખી પધ્ધતિ મુજબ મીયા વાંકી વન મહોત્સવ ની ઉજવણી કરી, પોલીસ હેડ કવાટર્સ મવડી ખાતે કુલ ૩૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાનું બલરામ મીણા, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..