Back

નેત્રંગ : વનવિભાગે સાગી લાકડામાંથી ફર્નિચર બનાવતા મશીનરી સહિતનો મુદામલ જપ્ત કર્યો.

રિપોર્ટર, નેત્રંગ

પટેલ બ્રિજેશ બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

"અગાઉ કેટલું ફર્નિચર , ખાટલા , પલંગ , સોફાસટ બનાવવામાં આવ્યા , કયાં - કયાં વેચાણ કરવામાં આધ્યાતે દિશા તરફ આગળની તપાસ ચાલુ કરી છે"

ગત ૧૪-૦૯-૨૦૧૯ ના રોજ નેત્રંગ તાલુકાના કાકરપડા જંગલ વિસ્તારમાં થી સાગી અનામત લાકડા કાપી લાવી એમાં થી ફર્નિચર ની બનાવટ કરી વેચાણ કરતાં હોવાની બાતમી મે.મદદનીશ વન સંરક્ષક શ્રી રાજ પટેલ સાહેબ ને મળતા તેઓની સૂચના મુજબ નેત્રંગ RFO શ્રી.એસ.યુ.ઘાંચી તથા રેન્જ સ્ટાફ દ્વારા કાકરપડા જઈ બાતમીના આધારે તપાસ કરતા સાગી ચોરસા,પાટિયા,સાગી ગોળ, મોટર તથા અન્ય મશીનરી મળી નો મુદામલ ગામના આગેવાન તથા ઘર ના સભ્યો ની હાજરી માં જપ્ત કરવામાં આવ્યો.

જેમાં આરોપી અબ્દુલભાઈ છેદલભાઈ વસાવા તથા છનિયભાઈ છેલભાઈ વસાવા રહે.કાકરપડા ના વિરુદ્ધ, 'ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની ૨૬-૧F મુજબ ગુન્હો નોંધી આગળ ની વધુ તપાસ તથા આગળની કાર્યવાહી શ્રી.એસ.યુ.ઘાંચી RFO નેત્રંગ કરી રહ્યા છે.

શ્રી.ડિ.એલ.માછી , શ્રી એસ.એલ.માંકડ, કુ.એચ.એસ.વસાવા, શ્રી.આર.એસ.ગોહિલ.શ્રી એ.આર.બારૈયા, શ્રી.જે.એ.ડાભી, શ્રી.આર.પી.ગોહિલ , શ્રી પ્રકાશભાઇ વગેરે  સ્ટાફે ભેગા મળી સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું.

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..