Back

આદિપુર ના સાત વાળી વિસ્તારમાં ધમધમતા બાકેલાલ નાં દેશી દારૂના અડ્ડાપર કોની મીઠી નજર..?

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : બિમલ માંકડ

ગાંધીધામ આદિપુર માં દેશી દારૂના ધમધમતા હટડાઓ પર કોની મહેરબાની..? પોલીસ અજાણ..કે..?


આદિપુરના સાત વાડી વિસ્તારમાં બાકેલાલ ના દેશી દારૂના પોઇન્ટ પર કોની મહેરબાની..? પોલીસ તપાસ કરશે..?


પૂર્વ કચ્છના ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ બિનદાસ્ત ધમધમી રહ્યાં છે એકતરફ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તો બીજી તરફ જાણે ગાંધીધામ અને આદિપુર શહેરમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે ત્યારે વળી આદિપુરના ભારત પેટ્રોલપંપ પાછળ આવેલી કોલોની સાત વાળી માં બાકેલાલે તો જાહેરમાં મંદિર પાસે દબાણ કરીને બિનદાસ્ત વીજ કનેક્શન મેળવી અનાજ કરીયાણાં ની દુકાન હોય તેમ જાહેરમાં દારૂનો વેપલો માંડ્યો છે અને ખુલ્લેઆમ પોલીસ કે પ્રસાસનના ભય વિના દારૂની પોટલીઓ વેંચી રહ્યો છે આ બાકેલાલ નો એક જગ્યાએ નહીં પણ આદિપુરના સોનલ નગર ની બાવળની જાળીઓમાં પણ બીજો પોઇન્ટ પણ આવીજ રીતે ધમધમી રહ્યો છે શું આ વાતથી આદિપુર પોલીસ અજાણ છે કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યાં છે એક તરફ સાત વાળી વિસ્તારમાં રહેતાં નાગરિકો આ અડ્ડાપર આવતાં સાંગુડીઓથી તોબા પોકારી ઉઠ્યાં છે તો બીજીતરફ બાકેલાલની લોકોને કરાતી પજવણી અને દાદાગીરી જાણે પોલીસને પણ ગોળીને પી ગઈ હોય તેવા દ્રશ્યો અહીં રોજબરોજ જોવા મળીરહ્યાં છે ત્યારે દારૂ બંધી આદિપુરમાં  નથી..? ત્યારે અવાર નવાર આ બન્ને અડ્ડાઓપર જાણે કોઈ ભ્રષ્ટ અને પૂર્વ કચ્છ પોલીસની સુંદર કામગીરીને દાગ લગાડી રહ્યું હોવાની વાત પણ લોકોમાંથી જાણવા મળી રહી છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ગુનાખોરી ડામવા કડકછાપ ધરાવેછે તેણે આ બાબતે તટસ્થ તપાસ કરવી જોઈએ અને આ બન્ને ધમધમતા દેશીના અડ્ડાઓ બંધ કરાવી આ બાકેલાલ ની દાદાગીરીમાંથી નાગરિકોને છોડાવવા જોઈએ     આ ઘમઘમતાં બન્ને અડ્ડાઓ પર કોની મીઠી નજર છે..? તે બાબતે પણ તપાસ કરવી રહી અન્યથા આ બુટલેગર ખુલ્લેઆમ દારૂ વેચવું અને દાદાગીરી કરવી ભારે પડે તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે ત્યારે શું આદિપુર પોલીસ આ બાકેલાલ ને કાયદાના પાઠ ભણાવશે કે પછી વિટામિન "એમ"ની ઉણપ પુરી કરીને જૈશે થે જેવી સ્થિતિ ચાલુ રાખશે.? આ વિસ્તારના લોકોને બાકેલાલની ચુંગલમાંથી મુક્ત કરાવશે..? એક મંદિર જેવા ધાર્મિક સ્થાનમાં કેટલાંય દર્શનાર્થીઓ  દર્શન કરવા આવતાં હોય ત્યાં  આવી હીન પ્રવૃતિજો પોલીસને ન દેખાય અને ફરિયાદો હોવાં છતાં આંખ આડા કાન કરવામાં આવતાં હોય તો શું સમજવું..? તે હવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી રહી અને આ અડ્ડાઓ બંધ કરાવાશે કે બાકેલાલ દારૂ વેચીને વધારે લીલો થશે તે જોવું રહ્યું

ગાંધીધામ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..