Back

વઘઇ.નમામિ દેવી નર્મદે:"તકલીખાડી"ખાતે નર્મદા નીરના કર્યા વધામણા

મદન વૈષ્ણવ
વઘઇ ડાંગ

ડાંગ. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૭૦ જન્મ દિવસના ભાગરૂપે આજરોજ મંગળવારે સમગ્ર રાજ્યમાં માં નર્મદા નીરના વધામણાનો મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે,
આ સ્વચ્છતા ના સંદેશ સ્વરૂપ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના તકલી ખાડી નદી કિનારે વઘઇ TDO એમ.ડી.વણકર RFO વાઘેલા વઘઇ મામલતદાર શ્રી સી.એ.વસાવા ધારાસભ્ય મંગળ ગાવીત તાલુકા પ્રમુખ સંકેત બંગાળ સરપંચ મોહન ભોયે તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ની ઉપસ્થિતએ શાસ્ત્રોક્ત વિધિએ નમામી દેવી નર્મદે મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટય કરી આરતી કરી શ્રીફળ પધરાવી નમામી દેવી નર્મદે ના વધામણાં તેમજ સ્વાગત પ્રોગ્રામ વૃક્ષા રોપણ તેમજ પ્રસાદીમાં લડું વિતરણ કરી નમામી દેવી નર્મદે: મહોત્સવ ઊજવવામાં આવ્યો

વઘઇ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..