Back

રામેશ્વર મહાદેવ-ખોડિયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ભટ્ટનો કાલે જન્મ દિવસ

રામેશ્વર મહાદેવ-ખોડિયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ભટ્ટનો કાલે જન્મ દિવસ

રાજકોટ, તા.18 (કશ્યપ જોશી)
રાજકોટ શહેરનાં લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા  શ્રી રામેશ્વર મહાદેવ તેમજ ખોડિયાર મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ભટ્ટનો આવતીકાલે  ૧૯ મી સપ્ટેમ્બર જન્મદિવસ છે. છેલ્લા વીસ વર્ષ થયા અનેકવિધ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા નિલેશભાઈ ભટ્ટ તેમના જીવનના 42 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓએ પોતાના જીવનના મહત્તમ દિવસો માત્ર સેવામાં  વિતાવ્યા છે.

તેઓ છેલ્લા ૨૦ વર્ષથી  રોજ ગાયોને લીલો ઘાસચારો,  કૂતરાને બિસ્કીટ તેમજ પક્ષીઓને ચણ નાખવાનું સેવાથી સત્કર્મ કરી રહ્યા છે.
અનન્ય જીવદયા પ્રેમી સાથે સાથે તેઓ પોતાના વિસ્તારમાં એક સામાજિક કાર્યકર તરીકેની પણ નામના મેળવી ચૂક્યા છે. શહેરના વોર્ડ નંબર ૮ માં ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ તેઓ જોડાઈને આરએસએસની પ્રવૃતિઓ કરી રહ્યા છે. હાલ તેઓ રામેશ્વર સાપ્તાહિક રાત્રી શાખા ના વાલી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે.

આમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે  સંકળાયેલા નિલેશભાઈ ભટ્ટનો આવતીકાલ તારીખ 19.9.રોજ જન્મદિવસ હોય તમે પણ તેઓનું તેમના મોબાઈલ નંબર 9879534581 પર શુભેચ્છા પાઠવી શકો છો.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..