Back

મોરબીના સંકુલ કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મોડેલ સ્કૂલ - મોટી બરાર ની બેવડી સિદ્ધિ - જિલ્લા કક્ષા માટે પસંદગી

મોરબી તા.૧૩/૯/૧૯નાં રોજ GCERT - ગાંધીનગર પ્રેરિત, DIET - રાજકોટ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબી ના ઉપક્રમે સાર્વજનિક હાઈસ્કૂલ - ખાખરેચી મુકામે શ્રી રામબાઈ માં શાળા વિકાસ સંકુલ દ્વારા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયું. જેમાં આશરે ૬૩ શાળાઓએ ભાગ લીધેલ હતો, તે પૈકી ઉચ્ચત્તર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં મોડેલ સ્કુલ મોટી બરારના વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો હતો.

આ પ્રદર્શનમાં મોડેલ સ્કુલ મોટી બરાર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના વિભાગ 3માં  કૃતિ મૂકવામાં આવેલ હતી અને આ કૃતિ પ્રથમ ક્રમે આવીને જિલ્લા કક્ષા માટે પસંદગી પામી છે. જેમાં ત્રીજા વિભાગમાં વરસાદી પાણીનો સંગ્રહ નામની કૃતિ ડાંગર આરતી અને ડાંગર જલ્પા દ્વારા શિક્ષક દક્ષાબેન સંતોકીના માર્ગદર્શન હેઠળ

અને માધ્યમિક વિભાગના બીજા વિભાગમાં સફાઈના સાધનો ના નામે ડાંગર નિલમ  અને પંડ્યા અમિતા દ્વારા શિક્ષક કોમલ બેન કાચા ના માર્ગદર્શન હેઠળ  તૈયાર કરવામાં આવી હતી. આ ત્રણેય કૃતિઓ આગામી યોજાનાર જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં શાળા તેમજ તાલુકાનું  પ્રતિનિધિત્વ કરશે. આ બાબતે શાળાના આચાર્ય બી.એન.વીડજાએ શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યમાં પણ જિલ્લાકક્ષાએ સારો દેખાવ કરી આ કૃતિઓ અગ્રેસર રહે એવી શુભકામનાઓ પાઠવી છે.

અહેવાલ મકવાણા ચિરાગ  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..