Back

ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા પદયાત્રિકો માટે મોબાઈલ સેવા કેમ્પનું આયોજન

સેવાકીય ક્ષેત્ર થકી સમગ્ર મોરબી જીલ્લામાં લોકોના હ્રદયમાં સ્થાન પામેલી ઇન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.૨૧/૯/૧૯થી પાંચ દિવસ માટે હરતો ફરતો મોબાઈલ સેવા કેમ્પ શરૂ કરવામાં આવી રહ્યો છે. મોરબીથી માતાના મઢ-આશાપુરા સુધી આ મોબાઈલ કેમ્પ દરરોજ ફરતો રહેશે અને જરૂરિયાત વાળા પદયાત્રિકોની જરૂરિયાત પૂર્ણ કરશે. મોબાઈલ સેવા કેમ્પમાં લીંબુ-સરબત ચ-કોફી જરૂરિયાત મુજબની દવા તથા માલીશ કરવાનું સ્પેશ્યલ તેલ પણ રહેશે.

તા.૨૧/૯/૧૯ ના રોજ આ કેમ્પનું પ્રસ્થાન મોરબી નગરપાલિકાના ગ્રાઉન્દમાંથી બપોરે ૧-૩૦ કલાકે કરાવવામાં આવશે. ગત વર્ષે પણ સતત પાંચ દિવસ આ સેવાયજ્ઞ કરેલો હતો. આ કેમ્પમાં કલબને સહયોગી દાતા. (૧) સોનલબેન અશોકભાઈ જોષી (૨) સ્વ. ચેતનાબેન સંજયભાઈ ઘડીયાળી છે. આ કેમ્પને સફળ બનાવવા પ્રમુખ ભાવેશભાઈ દોશી, સેક્રેટરી હર્ષદભાઈ ગામી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, રમણભાઈ, રૂચીરભાઈ કારીઆ, પ્રોજેકટ ચેરમેન અશોકભાઇ જોષી તથા સભ્ય જયદિપસિંહ રાઠોડ, ધીરૂભાઈ સુરેલીયા, હસુભાઈ સોરીયા, નરેશભાઇ કડેચા વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે.

અહેવાલ મકવાણા ચિરાગ  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..