Back

હેલમેટ માણસને જીવનથી હરાવી દેશે ; લાલજીભાઈ મહેતા

મોરબી શહેર શ્રમજીવી ગરીબ અને નોકરીયાતની વધારે વસ્તી ધરાવતું છે. સમગ્ર જીલ્લામાં મધ્યમ વર્ગ વસવાટ કરે છે. સરકારે જે ટ્રાફિકના નિયમો કરેલ છે. તે અતિ વધારે છે. હાલે પી.યુ.ષી. વાળા રૂપીયા વીસને બદલે સો-સો રૂપિયા વસૂલ કરે છે.હેલમેટ મળતું નથી. ત્રણ સો રૂપિયાના હેલમેટ બારસો રૂપિયાનું વેચાઈ છે. જેથી ગરીબ અને શ્રમજીવી લૂંટાઈ રહ્યું છે. હાલે સીતેર ટકા સિરામિક કારખાના બંધ છે. મજૂરો અને કર્મચારીના પગાર થતાં નથી. તેમાં ટ્રાફિકના નિયમ પ્રમાણે હેલમેટ,પી.યુ.ષી. વીમો તથા અન્ય બાના હેઠળ તોતિંગ મેમો આપવામાં આવે છે. અને ગૃહિણીનું બજેટ બગડે છે. મહિને પંદર હજાર કમાતા શ્રમજીવીને ત્રણ હજાર દંડ થાય છે.

જેથી સરકારે શહેરી વિસ્તારમાં હેલમેટ નો નિયમ દૂર કરવો જોઈએ અને પી.યુ.ષી. વીમો આર.ટી.ઑ.ના કેમ્પ કરી શ્રમજીવીને રાહત આવી જોઈએ. કાયદો કડકે છે. પણ માવતા મોટી છે. તો હેલમેટ અને અન્ય નિયમો હળવા કરવા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા.

અહેવાલ મકવાણા ચિરાગ  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..