Back

અમદાવાદનો સેલ્સમેન જૂનાગઢમાં હનીટ્રેપમાં ફસાયો : આરોપીઓ દ્વારા બે લાખની માગણી

જૂનાગઢ : અમદાવાદના બાપુનગરમા રહેતા યુવકને  જુનાગઢની યુવતી સાથે બે મહિના પહેલા ફેસબુકમાં મિત્રતા થઈ હતી.

આ અંગે પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર ફેસબુકમાં પંકજ પાનસુરિયા નામના યુવકની જૂનાગઢ રહેતી યુવતી સાથે ફેસબુકમાં લાંબી વાતચીત થયા બાદ પંકજ પાનસુરિયા દ્વારા યુવતીને જણાવ્યું કે અમારા સગા અમરેલીના વઢેરા ગામ ખાતે રહે છે.

અને જેનું અવસાન થયેલ છે જેથી અમો ત્યાં આવવાના છીએ અને ત્યાંથી હું મારા મામા સણોસરા ગામ રહે છે ત્યાં જવાનો છું એવું કહેલ ત્યારે યુવતી દ્વારા જણાવવામાં આવ્યું કે તમો ત્યાંથી અમારા ઘરે જૂનાગઢ આવજો ત્યારે ગઈકાલે પંકજ પાનસુરીયા જૂનાગઢના સરદારપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેના ઘરે મળવા આવ્યો હતો. 

ત્યારે યુવતીએ ફરિયાદીને પોતાના બેડરૂમમાં બેસાડ્યો અને યુવતી દ્વારા પાણી આપવામાં આવ્યું ત્યારબાદ યુવતી  ફરિયાદીને ભેટી પડી અને પોતાના કપડા કાઢવા લાગી અને ફરિયાદીને પણ કપડા કઢાવી નાખ્યા અને શરીર સબંધ બાંધ્યો હતો. 

ત્યાર બાદ બન્ને યુવતીના ડ્રોઈંગરૂમમાં આવી ગયા ત્યાં બે અજાણ્યા શખ્સો બેઠા હતા અને એક પાસે લાકડી હોય અને ફરિયાદીને કહેલ હું યુવતીનો પતિ છું અને પોલીસની ઓળખ આપી લાકડી તથા ઢીકપાટુંનો માર મારેલ અને પંકજ પાનસુરિયા પાસેથી ૧૨૦૦ રૂપિયા અને એ.ટી.એમ કાર્ડ લઈ લેવામા આવ્યું અને બે લાખ રૂપિયા ની માંગણી કરી હતી. 

ત્યારે ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું કે મારી પાસે રૂપિયા નથી પણ મને અહીં જવાદો તો હું અમદાવાદ જઈને રૂપિયા કરાવી દઈશ તેવું જણાવેલ ત્યાર બાદ આરોપીઓ દ્વારા ફરિયાદીને જવા દીધો અને ફરિયાદી ત્યાંથી તેના મામાને ઘેર જતો રહ્યો અને તેના મામાને બધી હકીકત જણાવેલ ત્યારે ફરિયાદીને તેના મામા દ્વારા  જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતો.

આ અંગે પંકજ પાનસુરીયા દ્વારા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાજલ પટેલ નામની યુવતી તેમજ પોલીસની ઓળખ આપનાર બે અજાણ્યા યુવકો સામે ફરિયાદ કરતા બી.ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ડીવાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે યુવતીએ આપેલ પોતાનું નામ પણ ખોટું હોય હાલ ફરિયાદીએ આપેલ વિગત મુજબ કાર્યવાહી હાથ ધરેલ છે.

રિપોર્ટર : ભરત બોરીચા

મો. 92768 17218