Back

વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે વડીયામાં પૂર્વમંત્રીના વરદ હસ્તે સુરવોડેમના નવા નિરને વધાવી ભાવભેર કરાઈ ઉજવણી...

વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના જન્મદિવસ નિમિતે વડીયામાં પૂર્વમંત્રી શ્રી બાવકુભાઈ ઉધાડના વરદ હસ્તે વડિયા સુરવોડેમના નવા નિરને વધાવી ભાવભેર કરાઈ ઉજવણી...

ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સાહેબના જન્મદિવસ નિમિતે વડીયામાં પૂર્વમંત્રી શ્રી બાવકુભાઈ ઉધાડના વરદ હસ્તે વડિયા સુરવોડેમના નવા નિરને વધાવી આરતી પૂજન કરાયું ત્યારબાદ આંગણવાડીના નાના ફુલકાઓને પેન્સિલ કીટ અને ચોકલેટ આપવામાં આવેલ તેમજ વડિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી દર્દીઓને ફ્રુટ વિતરણ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી આ સેવા સપ્તાહ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ,સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક,તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા,શૈલેષભાઇ ઠુમર, ઢૂંઢિયા પીપળીયાના સરપંચ તેમજ ગ્રામજનો તેમજ વડિયા આંગણવાડી વર્કરો,આશાબહેનો અને ગ્રામજનો તલાટી કમ મંત્રી શ્રીઓ હાજર રહેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક દ્વારા તમામ કાર્યક્રમનું સુંદર આયોજન કરી સેવા કર્યો પેયાવર્ણ જાળવણી જળ બચાવ સંકલ્પ વિગેરે નું માર્ગ દર્શન પણ આપવામાં આવ્યું કાર્યક્રમના અંતે પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉઘાડ તેમજ સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવી

તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી મોં નં 8849630700

કુંકાવાવ વડલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..