Back

સાપકડા ગામે મચ્છરદાની નું વિતરણ કરવામાં આવ્યું

હળવદ તાલુકા ના સાપકડા ગામ માં સરકાર દ્વારા ચલાવવા માં આવતા મેલેરિયા નાબુદી અભિયાન-૨૦૨૨ અંતર્ગત ગામ ની તમામ સગર્ભા બહેનો મેલેરિયા, ચીકુનગુનીયા ડેન્ગ્યુ જેવી બીમારી ફેલાવતા મચ્છરો થઈ રક્ષણ મળે તે હેતુ થી મચ્છરદાની નું વિતરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સપકડા દ્વારા  કરવા માં આવ્યું હતું.

જેમાં તાલુકા પંચાયત ના  સદસ્ય ચંપાબેન ગોવિંદભાઇ ચૌહાણ ગામ ના સરપંચ હર્ષાબા, દિલીપસિંહ ઝાલા, ત્યાં ના એમ.પી.એસ. સલિમભાઈ પીપરવાડિયા અને ગામ ના આગેવાનો હસ્તક મચ્છરદાની નું વિતરણ કરવા માં આવ્યું હતું.

અહેવાલ મકવાણા ચિરાગ  

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..