Back

ખેલમહાકુંભની સ્કેટિંગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી મોરબી જિલ્લા પ્રથમ

અહેવાલ - ભાવિક રૈયાણી

 

ગઈકાલે તારીખ - 17 સપ્ટેમ્બર 2019 ને મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની અલગ અલગ શાળાના 200 થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી પટેલ યશ હિતેષભાઈએ ઇનલાઈન સ્કેટિંગ 500 મીટર અને 1000 મીટર બંનેમાં મોરબી જિલ્લા પ્રથમ ક્રમાંક મેળવી ઉમાવિદ્યા સંકુલ અને તેમના માતાપિતાનું ગૌરવ વધારેલ છે, આ સાથે આગામી દિવસોમાં તેઓ રાજ્ય કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ જ્વલંત સફળતા બદલ યશના માર્ગદર્શક શિક્ષક તરુણભાઈ પટેલ અને પટેલ યશને ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અધારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..