Back

રાજુલા ના વિકટરગામે રહેતા યુવા આગેવાન અજય શિયાળ એ કરેલ ટ્વિટની રજુઆત

ન્યુઝ

અમરેલી

૧૮/૦૯/૨૦૧૯


વાહનો ખરીદી સમયે જ  હેલ્મેટ આપવાની અજય શિયાળ એ કરેલ ટ્વીટની રજૂઆત અંગે આજે સરકાર શ્રી જાહેરાત કરી...


નવા મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ ને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સરકારશ્રી એ ૧૬ સપ્ટેમ્બરના રોજ લાગું કરવામાં આવ્યો હતો...

 ત્યારબાદ વિકટર નાં યુવા આગેવાન અજય શિયાળ એ ટ્વીટર પર ટ્વીટ કરી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે વાહનો ખરીદી સમયે ફરિજયાત હેલ્મેટ આપવા આવે તથા ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિનું વાહન પાસીંગ કરવાંમાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી...

 ત્યારે આજરોજ રાજ્યના પરિવહન મંત્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું હતું કે નવો મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ માં એક માસની સમય મર્યાદા વધારવા માં આવે છે આગામી ૧૬ ઓક્ટોબર થી નવો મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯  રાજ્યમાં લાગૂ થશે તેમાં એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે નવાં વાહનો ખરીદી સમયે ગ્રાહક ફરિજયાત આઈએસઆઈ માર્ક વાળું હેલ્મેટ આપવા આવે આ જાહેરાત બાદ અજય શિયાળ એ ટ્વીટરના મધ્યમથી વાહન પરિવહન મંત્રી આર.સી ફળદુ નો આભાર માન્યો હતો તથા ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિનું જ વાહન પાસીંગ કરવાં અંગે વિચારણા કરવા માંગ કરી હતી...


શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..