Back

કાલોલ ના પીએસઆઈ મનોજકુમાર ને પુનઃ ફરજ પર નિયુક્ત કરવા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર.સાજીદ વાઘેલા





પંચમહાલ જિલ્લા કાલોલના સ્થાનિક સીનીયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનોજકુમાર ડામોર ની ગત સોમવાર સવારે ટ્રાફિક ના નવા નિયમો નું પાલન કરાવવા માં ઊઠબેસ કરાવતા જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ઉપરથી મળેલ સૂચના મુજબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આજ રોજ કાલોલ તેમજ કાલોલ તાલુકાના આજુબાજુના યુવા સંગઠન તેમજ વિધાર્થીઓએ ગોઘરા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પીએસઆઈ મનોજકુમાર જ્યારથી કાલોલમાં ફરજ બજાવતા આજદિન સુધી તમામ સમાજના ધાર્મિક તેમજ સામાજીક પ્રસંગો કોઇ પણ અનિચ્છનીય બનાવો બન્યા નથી અને તેમની કાર્યશૈલી સહકાર પ્રમાણિકતા તેમજ નોકરી કરવાની વફાદારી સાથે સમાજના તમામ વર્ગોના યુવાઓ સાથે કોઈ પણ બનાવ સંબંધી સમજાવટથી મામલો થાળે પાડીને આવી પ્રસંશનીય કામગીરી કરતાં પીએસઆઈ મનોજકુમાર ને પુનઃ ફરજ પર નિયુક્ત કરવા કાલોલના સ્થાનિક તેમજ તાલુકા મોટીસંખ્યામાં વિધાર્થીઓ ગોઘરા જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચી એસપી ડૉ.લીના પાટીલને આવેદનપત્ર આપ્યું હતું.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..