Back

બિદડા ગામનાં ચેકડેમ માં પંદર વર્ષીય તરુણનુ ડુબી જવાથી મોત નીપજયું

માંડવી કચ્છ:- માંડવી તાલુકાના બિદડા ગામમાં હિંદુ સમસાન પાસે હળદોરા પીરની સામે આવેલ ચેકડેમ માં સાંજના ચાર વાગ્યા ના આરસામાં બિદડા ગામનો પંદર વર્ષ નો તરુણ રોહન નરેશભાઈ મારવાડા તે મોટી બે.બેનો સાથે લાકડાનુ બણતર કરવા ગયેલ ત્યારે રોહન ચેકડેમના પાણીમાં હાથ ધોવા જતા તો ત્યાં તેમનું પગ લપસી જતા તે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા. તો બિદડા ગામના ચેકડેમ માં કોઈ તરુણ ડુબી ગયેલ છે.તેવા સમાચાર સાંભળી ને બિદડા ગામના સરપંચ શ્રી.સુરેશભાઈ સંઘાર તે ઘટના સ્થળે આવીને સરપંચ સુરેશભાઈ પોતે અને મૃતક રોહન નો મોટો ભાઈ અને અન્ય બીજા તરૈયા ઓ પાણીમાં જઈને ડુબનાર તરુણ રોહન ને બહાર કાઢી ને સરપંચ સુરેશભાઈ એ પોતાની કારમાં તેમને તાત્કાલીક બિદડા હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.ત્યાર બાદ માંડવી સિવીલ હોસ્પિટલમાં લઈ ગયેલ.તો ત્યાના સિવીલ હોસ્પિટલનાં હાજર પરના તબીબી ડૉ.મીનાબેન એ તરુણને મૃત જાહેર કરીયુ હતું.તો મૃતક બાળક નુ પીએમ કરાવીને પરીવાર જનોને ડેથ બોડી સોપવામાં આવી હતી.આ બનાવ બવાથી બિદડા ગામમાં તેમજ પરિવાર જનોમાં અને બિદડા ગામમાં શોકનુ મોજુ ફળી વળીયુ હતું

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..