Back

શહેરા મા બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજના અમલમાં ના હોવા છતાં ૩૦૦ થી વધુ લોકોએ ભર્યા ફોર્મ

શહેરા નગરપાલિકા પ્રમુખ અને તાલુકા ના સરપંચ ઓએ સહી સિક્કા કેમ કરી આપ્યા ! ! યોજના સાચી કે ખોટી ખરાઈ કરવાની તેમની જવાબદારી નથી . . . ? ? ? ?


 પંચમહાલ  જિલ્લા માં " બેટી બચાવો બેટી પઢાઓ " પ્રધાનમંત્રી યોજના ના નામે વેચાતા બોગસ ફોર્મ સંદર્ભે જિલ્લા આરોગ્ય તંત્ર એકશન માં આવ્યું  . ! ! !


 સરકાર યોજનાઓ બનાવે છે અને લોકો સુધી તેનો મહત્તમ લાભ પોહચે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ પ્રજામાં જાગૃતતા ના અભાવે ક્યારેક કેટલાક બોગસ લોકો કેટલીક અમલ માં ન હોય તેવી યોજનાઓ ની લાલચ આપી લોકો પાસે રૂપિયા પડાવે છે. 


એક ઘટના પંચમહાલ જિલ્લા માં સામે આવી છે પંચમહાલ  જિલ્લાના શહેરા તાલુકા  સહિત આસપાસના વિસ્તારોમાં એક | ગુજરાતી ભાષામાં લખેલુ ફોર્મ નજીવા 20 50 100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેમાં બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજના નામ આપેલું છે અને તેમાં વય મર્યાદા 8 થી 22 વર્ષ દર્શાવાઇ છે ઉપરાંત બેન્ક ખાતા આધારકાર્ડ સહિત ડિટેલ ફોર્મ ભરનાર દરેક છોકરીઓ ને 2 લાખ સુધી સહાય અને 260 કરોડ ની શરૂઆતી રકમ સાથે સરકારે 26 રાજ્યો માં આ યોજના અમલ માં મૂકી હોવાનું ફોર્મ માં ઉલ્લેખ છે. 


આ બાબતે શહેરા મામલતદાર, અને  તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેઓ એ જણાવ્યું હતું કે.અત્રેના તાલુકાની જાહેર જનતા જોગ જાણવાનું કે, કેટલાક લોકો દ્વારા હાલમાં બેટી બચાઓં બેટી પઢાઓ અંતર્ગત 8 થી 22 વર્ષની કન્યાઓ માટે સરકારશ્રી તરફથી રૂ.2, 00, 000/- (અંકે રૂપિયા બે લાખ પુરા ) ની સહાયના ફોર્મસ ભરી પોષ્ટ ઓફીસ ખાતે જમા કરાવવામાં આવી રહ્યા છે. 

જે બાબતે તદ્દન સત્યથી વેગળી છે. અને આવી કોઈ યોજના હાલ અમલમાં નથી. જેની જાણવા જોગ  મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા  જનતા ને નોંધ લેવા  વિનંતી કરવામાં આવી હતી.


રીપોર્ટર :- જીગ્નેશ શાહ શહેરા


શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..