Back

જામનગરમાં ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ


કેન્દ્ર તેમજ રાજયની વિવિધલક્ષી વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાગ્રામિણ આવાસ યોજનાસ્વચ્છ ભારત મિશનડ્રીંકીગ વોટર પ્રોગ્રામફસલ વિમા યોજનાનેશનલ હેલ્થ મિશનપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાસર્વ શિક્ષા અભિયાનકૌશલ વિકાસ યોજનાડીઝીટલ ઇન્ડીયા વગેરે જેવી લોકઉપયોગી યોજનાઓની કામગીરીનું અમલીકરણ જિલ્લામાં અસરકારક રીતે થાય અને આ તમામ યોજનાઓની કામગીરીની સમિક્ષા ગંભીરતા પૂર્વક થાય તે માટે જામનગરમાં ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરી તેની સમિક્ષા બેઠક યોજવામાં આવે છે. આ સંદર્ભે જામનગર સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક કલેકટર કચેરીની સભા ખંડ ખાતે યોજવામાં આવી હતી.         


આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમએ જણાવ્યુ કે સરકાર તરફથી લોકઉપયોગી અનેક યોજનાઓ કાર્યવંત છેતે યોજનાઓ સાચા અર્થે લોકો સુધી પહોચે તે માટે લોકોને આ યોજનાઓની સાચી સમજ આપી તેમને જાગૃત કરવા જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે કેન્દ્વ તથા રાજ્યની દરેક યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે આ ડિશાની બેઠક દ્વારા આયોજન અને અમલ બન્નેની સમિક્ષા કરી લોકપ્રશ્નોના ઉકેલ લાવવામાં આવશે આ માટે લોક સુચનો પણ આવકાર્ય છે. આ તકે સાંસદશ્રીએ જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિગતવાર સમિક્ષા કરી હતી અને અધિકારીશ્રીઓ સાથે યોગ્ય પરામર્શ કરી લોકોને યોજનાઓનો પુરો લાભ મળે તે માટે સુચનો કર્યા હતા.

        આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીકલેકટરશ્રી રવિશંકરજામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી સતિષ પટેલઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ડી.આર.ડી.એ. નિયામકશ્રી જાનીનિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયાડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીના સભ્યો તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ અને મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.                 

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..