Back

જામનગરના ચાવડા ગામ ખાતે NFSM (OS-OP) યોજના અંતર્ગત ખેડુત તાલિમ શિબિરનું આયોજન કરાયું


તાલુકા અમલિકરણ અધિકારી, ખેતીવાડી શાખા દ્વારા તા.૧૨/૦૯/૨૦૧૯ના રોજ જામનગરના ચાવડા ગામ ખાતે NFSM (OS-OP) યોજના અંતર્ગત ખેડુત તાલિમ શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતું. આ  ખેડુત તાલિમ શિબિરમાં ખેતીવાડી અધિકારીશ્રી લાખણી (કે.વિ.કે., જામનગર) દ્વારા તે વિસ્તારના મુખ્ય પાકો જેવા કે કપાસ અને મગફળી પાકોમાં આવતા રોગ-જીવાત તથા તેના અસરકારક નિયંત્રણ માટે સંકલીત વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ઉપરાંત ખેડુતોને સજીવ ખેતી તથા તેનાં ફાયદાઓ જણાવી ખેડુતોને સજીવ ખેતી તરફ વળવા પ્રોત્સહન આપવામાં આવ્યું હતું. સંશોધન વૈજ્ઞાનિક શ્રીલાખાણી (કે.વિ.કે., જામનગર) દ્વારા રાસાયણીક ખાતર- દવાની પાક તથા જમીન  પર આડઅસર, જૈવિક દવાઓના ઉપયોગ તથા પાકોમાં સુક્ષ્મ તત્વોની ઉણપ તથા તેની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ઉપરાંત ખેડુતોને ખેતીલક્ષી મુંજવતા પ્રશ્નોનું નીરાકરણ કરવામા આવ્યું હતું. તેમજ બાગાયતી પાકો માટેની માહિતી બાગાયત અધિકારીશ્રી નકુમ દ્વારા આપવામાં આવી હતી અને ટપક પદ્ધતિ તેમજ ઇરીગેશનને લગતી માહિતી જીજીઆરસીના અધિકારીશ્રી રમેશભાઈ ડાંગર દ્વારા આપવામાં આવેલ હતી અને આઈસીડીએસ તેમજ બ્લોક હેલ્થના અધિકારી દ્વારા તેમના વિભાગને લગતી માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી.

        તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી એમ.બી.બારડ દ્વારા ખેતીવાડી શાખાની વિવિધ યોજનાકિય માહિતી તેમજ ખેડુતોને આપવામાં આવતી સબસિડી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લગત ગામનાં ગ્રામ સેવકશ્રી એસ.જે.વાઢેર દ્વારા આઈ ખેડુત પોર્ટલ અંગે માહિતી તથા ખેડુતોને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ચાવડા ગામનાં ગ્રામ સેવક, ગામનાં સરપંચશ્રી જાડેજા બળુંભા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ગામના લોકો દ્વારા શિબિરમાં પૂરતા પ્રમાણમાં સાથ સહકાર મળ્યો હતો.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..