Back

મોરબી શહેર માટે આકર્ષણ આભૂષણનો ખજાનો લઈને આવી રહ્યું છે સમ્રાટ જવેલર્સ

(પ્રમોશન આર્ટીકલ)

લોકોના વિશ્વાસ અને ગુણવત્તા ટકાવી રાખનાર સમ્રાટ જવેલર્સ લાવી રહ્યું છે મોરબી માટે આકર્ષક ડિઝાઈન જ્વેલરીનું પ્રિમિયમ કલેક્શન એકિઝબિશન

મોરબી સોની બજારમાં આવેલ સમ્રાટ જવેલર્સની આધ્ય સ્થાપક સોનીશ્રી જેઠાલાલ મુળજીભાઈ એન્ડ સન્સ (નાની બરારવાળા)ના પરિવાર દ્વારા ૭૫ વર્ષ પહેલા મોરબી શહેરમાં સોના-ચાંદીના આભૂષણોની શરૂઆત કરવામાં આવી હતી. સ્વ.શ્રી શાંતિલાલ રાણપરાના પરિવારે સમ્રાટ જવેલર્સને નિષ્ઠાપૂર્વક મહેનત કરી પ્રતિદિન આગળ વધવાના ભરપુર પ્રયાસ કરેલ. વડીલો તથા પરિવારના સહયોગથી ઈ.સ.૧૯૮૯ના વર્ષમાં મોરબી શહેરમાં આભૂષણોમાં સમ્રાટ જવેલર્સની સ્થાપના કરી હતી. સમ્રાટ જવેલર્સના શ્રી કિશોરભાઇ, નિલેશભાઇ, હિતેશભાઇ, ભાવેશભાઇ, તેમજ નવી પેઢી અંકુરભાઇ, નિકુજભાઇ હિંમત હાર્યા વિના પુરી ઉર્જા અને ઉત્સાહથી પોતાના કાર્યમાં આગળ વધતા રહ્યા આજે મોરબી શહેરમાં તેમની યથાત મહેનત રંગ લાવી છે. લાખો લોકોના વિશ્વાસ અને આભૂષણ ગુણવત્તામાં ટકાવ રાખી મસમોટી નામના અને પ્રસિદ્ધ મોરબી શહેરમાં પ્રાપ્ત કરી છે. સાથે ગ્રાહક સાથેના પારદર્શક વ્યવહાર અને સરકાર માન્ય પ્રીમિયમ હોલમાર્કવાળા દાગીનાનું વેચાણથી મોરબી શહેરમાં સમ્રાટ જવેલર્સ નામના પ્રાપ્ત કરી છે.

ફરી એકવાર મોરબી શહેર માટે કંઈક વિશેષ લઈને સમ્રાટ જવેલર્સ મોરબી શહેરના લોકો માટે આકર્ષક ડિઝાઈનના જ્વેલરીનું પ્રિમિયમ કલેક્શન એકિઝબિશન લઈને આવી રહ્યું છે. જેમાં ઘણામણ પર ખાસ ડિસ્કાઉન્ટ સુવિધા સાથે સરકાર માન્ય વ્યાજબી ભાવ સાથે તા.૨૧-૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ ના હરભોલે હોલ, સરદાર બાગની સામે, સત્યમ્ પાન વાળી શેરી શનાળા રોડ ખાતે એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મોરબી શહેરના લોકોને આભુષણો નો ખજાનો આકર્ષક ડિઝાઈન જ્વેલરીનું પ્રિમિયમ કલેક્શન એકિઝબિશનમાં પધારવા સમ્રાટ જવેલર્સ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રિપોર્ટર પરેશ મેરજા

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..