Back

મોરબીમાં સેવાના ઉદ્દેશ્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન

મોરબીમાં સ્વ.હર્ષ પરમાર તથા સ્વ.મિત મેરજા ની છઠ્ઠી માસીક પુણ્યતિથિ શ્રદ્ધાંજલી નિમિત્તે સેવાના ઉદ્દેશ્યથી ભવ્ય લોકડાયરાનું તા.૨૧-૦૯-૧૯ ને શનિવારના રાત્રે ૯:૩૦ કલાકે ઉમિયા સર્કલ, કેનાલ ચોકડી પાસે, શાક માર્કેટ સામે શનાળા રોડ મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલદિપ ગઢવી, કૌશિક ગૌસ્વામી, વિશાલ વરૂ જેવા અનેક ગાયક લોકસાહિત્યની વાણીનું રસપાન કરાવશે. આ તકે સ્વ.મિત અને સ્વ.હર્ષનું મિત્ર મંડળ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..