Back

માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોરબીના સતવારા સમાજના યુવાનો દ્વારા સેવા કેમ્પ

વિજય સતવારા દ્વારા -

મોરબી: માતાના મઢ જતા પદયાત્રિકો માટે મોરબીના સતવારા સમાજના યુવાનો દ્વારા અજંતા ક્લોક સામે રાજકોટ હાઇવે પર દર વર્ષે વૃંદાવન ફાર્મમાં સેવા કેમ્પ યોજવામાં આવે છે.

દરવર્ષની જેમ આ વર્ષે પણ મોરબીના અરવીંદભાઇ પરમાર, ભરતભાઇ પરમાર, કીશોરભાઇ પરમાર તેમજ ભાવેશભાઇ કંઝારીયા, હિતેષભાઇ કંઝારીયા સહિતના યુવામિત્રો દ્વારા માતાના મઢ જતા પદયાત્રીકો માટે ર૪ કલાક રહેવા, જમવા, નહાવા, ચા - નાસ્તો  તેમજ મેડીકલ વ્યવસ્થા સુધીની તમામ સુવીધાઓ પુરી પાડવામાં આવશે.

નવલા નવરાત્રીના દિવસો નજીક આવતા માતાજીના ભકતો ઉપાસના આરાધનાની તૈયારીઓ કરવા લાગ્યા છે. કચ્છથી ૧૦૦ કી.મી. આવેલા જગતજનની મા આશાપુરા માતાના મઢેનવરાત્રી ઉત્સવ ભવ્યરીતે ઉજવાય છે. નવરાત્રીમાં માઇભકતો પગપાળા મા આશા પુરાના દિદાર કરવા જતા હોય પગપાળા પ્રવાસથી હાથ લાગ્યું તે વાહન લઇ ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ રણ માનવ મહેરામણ વચ્ચે ઝુલી રહ્યું હોયછે.

સોૈરાષ્ટ્ર, રાજકોટ તરફથી પગપાળા તથા સાયકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે અબાલ, વૃધ્ધ,સ્ત્રી, પુરૂષો, બાળકો સ્વયંભુ સમુહમાં રાજકોટ મોરબી રોડ પરથી પસાર થાય છે. તેમની સેવાના લાભાર્થે જગતજનની માં આશાપુરાના આશીર્વાદથી અતિથી દેવો ભવના સ્મરણ સાથે મોરબી સીટીથી ૩ કી.મી.ના અંતરે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ અજંતા ક્લોકની સામે વૃંદાવન ફાર્મ ખાતે દર વર્ષે રાહત કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રો હૈયામાં રાખી નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવાનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અરવીંદભાઇ પરમાર, ભરતભાઇ પરમાર, ભાવેશભાઇ કંઝારીયા, કીશોરભાઇ પરમાર, હિતેષભાઇ કંઝારીયા તેમજ કેમ્પમા સેવા આપતા બધા યુવા મિત્રો, બહેનો, વડિલો ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..