Back

આ યુવાનોએ પ્રધાનમંત્રી મોદીના જન્મ દિનની અનોખી ઉજવણી કરી : ૧૦૦૮ દીવડાઓ પ્રગટાવી નર્મદા મૈયા ની પૂજા કરી

આ યુવાનોએ પ્રધાનમંત્રી મોદીના જન્મ દિનની અનોખી ઉજવણી કરી : ૧૦૦૮ દીવડાઓ પ્રગટાવી નર્મદા મૈયા ની પૂજા કરી

રાજપીપળા : જુનેદ ખત્રી

‪સરદાર સરોવર નર્મદા ડેમ તેના ૬૦ વર્ષના ઇતિહાસ માં પ્રથમ વાર ઐતિહાસિક સપાટી ૧૩૮.૬૮ મીટરે પોંહોચ્યો હતો આ સંદર્ભમાં ગુજરાત સરકારે ભારત ના પ્રધાનમંત્રી મોદી ને તેમના જન્મદિન ની ભેટ સમાન આ દિવસને નમામી દેવી નર્મદે મહોત્સવ તરીકે ઉજવ્યો હતો

જે સંદર્ભે સમગ્ર રાજ્ય માં આ ઉત્સવ ઉજવાયો હતો જેમાં જિલ્લા કક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવમાં નાંદોદ તાલુકાના ગામકુવાના અતુલ વાસવા તેમજ સુનિલ વાસવા, પંકજ ભાઇ, મિકીતા બહેન,શ્રી મેઘનાથ મહાદેવના પૂજારી પૂજ્ય શ્રી પરીપૂર્ણનંદ દાદાજી નાની મોટી પનોતી જીઓર પાર્ટી ખાતે ૧૦૦૮ દીવડાઓ પ્રજલિત કરી નર્મદા મયના ઘાટ ખાતે ઉજવણીમાં શામિલ થઈ ગુજરાતની જીવાદોરી સમાન માઁ નર્મદાના જળને નમન કરીને આ ઐતિહાસિક દિવસને ઉજવ્યો હતો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..