Back

રાજકોટ માર્કેટ યાર્ડમાં વીજ ધાંધિયા સામે વેપારીઓ ખફા : તાકીદની બેઠક બોલાવાઈ

(કશ્યપ જોશી) : રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોવાને કારણે વીજ પુરવઠો દિવસમાં સાતથી આઠ વખત કાપી નાખવામાં આવે છે આ અંગે રજૂઆતો ઘણી કરવામાં આવી પરંતુ જી ઈ બી દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવતો નથી.


 અંતે કંટાળીને વેપારીઓની મીટીંગ બોલાવી અને આક્રમક પગલાં લેવા માટે જીઈબી માં રજૂઆત કરવા માટે જવાનું નક્કી કરવામાં આવેલ છે.


 જો ટૂંક સમયમાં અમારા પ્રશ્ન ઉપર પગલાં લેવામાં નહી આવે તો માર્કેટ યાર્ડ ના દરેક વેપારીઓ માં રોષ જોવા મળી રહ્યો છે કે આગળ શું થાય એ કહી શકાય નહીં.


*વેપારીઓને અત્યારે પડતી મુશ્કેલી ની વાત કરીએ તો જ્યારથી જીએસટી આવ્યો ત્યારથી e way bill બનાવવાના હોય તો ત્યાં સુધી માં ભરેલા વાહન ને રોકવું પડે છે. અને દરેક કામ કોમ્પ્યુટર દ્વારા થતું હોવાને કારણે ખેડૂતોને પણ સમયસર પોતાના વેચેલા માલ ના નાણાં આપી શકતા નથી.


 રાજકોટ માર્કેટિંગ યાર્ડ અવાવરું જગ્યા ઉપર બનેલું હોવાને કારણે વીજ પુરવઠા માં વધુ પડતા ધાંધિયા જોવા મળે છે બીજી વાત કરીએ તો રાત્રિના 7 વાગ્યા પછી મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થાય છે કે વીજ પુરવઠા વગર ઓફિસમાં બેસી શકાય તેમ નથી તો વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ આવે એવું વેપારીઓ ઇચ્છી રહ્યા છે.


 પછી કોઈપણ વસ્તુ બને એનું જવાબદાર જીઈબી રહેશે. રજુઆત કરીએ ત્યારે એકજ પ્રકારનો જવાબ મળે છે કે બસ 7 થી 8 દિવસ માં યોગ્ય થઇ જશે પરંતુ એક વર્ષ થયું છતાં જાડી ચામડીના વિજસુત્રો આ બાબતે કોઈ હલ ન લાવતા હોવાનું પ્રમુખ, કમીશન એજન્ટ એસોસિએશન, રાજકોટના અતુલભાઈ કમાણી રોષભેર જણાવે છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..