Back

પ્રજાને પાયમાલ કરવાના સરકારના હુકમો સોશ્યલ મીડિયામાં વહેતા થયા..

ગુજરાત સરકાર માથે ૨.૪૦ લાખ કરોડનું દેવું છે. વાહન ચાલકો અને માલિકો પાસેથી જે ૫૧૦૦ કરોડ દંડ પેટે વસૂલ કરવાનો ટાર્ગેટ તો સરકારે એપ્રિલ ૨૦૧૯માં આપેલો, ત્યારે જુના દંડ હતા. પરંતુ હવે તેમાં ૪૦૦ થી ૯૦૦ ટકા વધારો થયો છે. એટલે કે ટાર્ગેટની રકમ પણ આપોઆપ વધી જવાની. આ જોતાં લાગે છે કે, સરકાર પોતાના માથે જે દેવું છે. આ દેવું આ દંડની રકમમાંથી જ ઉતારી દેવાનું કાવતરું રચી રહી છે.

ગાંધીનગર થી જે આદેશ છૂટયા છે જેમાં મહેસાણા જિલ્લાની કચેરીની વાત કરીએ તો ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ અપાયો છે. ટાર્ગેટ પૂરો થાય તે માટે મોટર વાહન નિરીક્ષકને મહિને ૯ લાખ તેમજ સહાયક મોટર વાહન નિરીક્ષકને ૯ લાખનો ટાર્ગેટ અપાયો છે. બંને અધિકારીઓની ટીમો આખા વર્ષમાં ચોવીસ કલાક ચેક પોઈન્ટ પ્રમાણે કાર્યરત રાખવા, ચેકિંગ અધિકારીઓની ટીમ દ્વારા રોજ ૮-૮ કલાક કામગીરી કરવાની તાકીદ કરાઈ છે.અધિકારીઓએ જે  ઉઘરાણી કરી હોઇ તેનો રિપોર્ટ દરરોજ ૪.૦ અને ઈ-ચલણમાં અપલોડ કરવા જણાવાયું છે. અને પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, મોટર વાહન નિરીક્ષક-સહાયક મોટર વાહન નિરીક્ષકે રજા ઉપર જવું નહિ અને વડું મથક પણ છોડવું નહિ.

દંડની વસૂલીનો ટાર્ગેટ પૂરો કરવા સતત ચેકિંગ કરવાનું રહેશે. અને જે અધિકારીની કામગીરી નબળી હશે તેના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં પ્રતિ નોંધ કરવામાં આવશે તેવી પણ ધમકી આપવામાં આવી છે.

આ પત્રમાં જ સરકારની નીતિ-નિયમ બહાર આવી છે. અને કહ્યું છે કે, સરકાર રેવન્યૂ બાબતે ગંભીર છે. સરકારે મહેસાણા જિલ્લાને ૧૩૮.૧૮ લાખનો ટાર્ગેટ આપ્યો છે તો અમદાવાદ-સુરત-વડોદરા જેવા શહેરો માટે તો ખૂબ જ વધારે ટાર્ગેટ આપ્યો છે તે વાત નક્કી છે.

સોશ્યલ મીડિયામાં ફરતા આ હુકમ પત્રથી સરકારને પ્રજાની પડી હોય એવું કઈ લાગતું નથી. ગુજરાત સરકારનું દેવું ઘટાડવા માટે સરકારી અધિકારીઓ, મંત્રીઓ તેમજ મહોત્સવ પાછળ ખર્ચ થતાં રૂપિયા બંધ કરવાની જગ્યાએ પ્રજાના ખિસ્સા ઉપર સરકાર દ્વારા કાતર મારવામાં આવી રહી છે. આ જોતાં મંદીનો માહોલ માર્કેટમાં વધવાની પૂરી શક્યતા છે.

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..