Back

બિદડા સર્વોદય હોસ્પિટલમાં ભુજ તાલુકાના કોડકી ગામના વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આંખની તપાસ કરવા માં આવી

માંડવી કચ્છ:-માંડવી તાલુકાના બિદડા ગામમાં આજ રોજ ભુજ તાલુકાના કોડકી ગામના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની વિધાર્થીની બહેનો ની આંખો ની તપાસણી શિબિર નું આયોજન એમના હેડ વોર્ડન વાસંતીબેનની બાહેધરી ને માન આપીને શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ની આગેવાની હેઠળ ડૉકટર દ્વારા આંખની તપાસ કરી ને અધતન ટેકનોલોજી વાળા કોમ્પ્યુટર થી આંખના નંબર કાઢી ને જે પછાત વિસ્તાર ની બાળાઓ ને નંબર હોવાથી તેમને સર્વોદય હોસ્પિટલ ના સહયોગ દ્વારા ચશ્મા બનાવી ને ભેટ આપવા માં આવશે.જેમાં ટોટલ.૯૩ વિધાર્થીની ની તપાસણી કરવામાં આવી

આ શિબિર માં ડૉ.વિરલ રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ મોહનભાઈ મહેશ્વરી એ સેવા બજાવી હતી.

બિદડા સર્વોદય હોસ્પિટલના ભરતભાઈ સંઘાર એ વિદ્યાર્થીનીઓ ના આંખની તપાસ માટેના કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં માટે સેવા આપી હતી.

જેમાં ૨૫ થી ૩૦.વિદ્યાર્થીઓ ને  ચશ્માં ની જરિયાતવાળી બાળાઓને બિદડા સર્વોદય હોસ્પિટલ દ્વારા ચશમા વિના મૂલ્યે  આપવામાં આવશે

તો ભુજ તાલુકાના કસ્તુરબા.ગાંધી બાલિકા વિદ્યાલયનુ સ્ટાફે શ્રી.બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ નું આભાર માન્યો હતો.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..