Back

મોબાઈલ કે અન્ય કોઈપણ જાહેરાતો માટે થતા ધ્વની પ્રદુષણ વિરુદ્ધ વાત્સલ્ય ન્યૂઝની પહેલ.

વાંકાનેર ગેરકાયદેસર રીતે મોટા મોટા લાઉડ સ્પીકરો વગાડી ધ્વની પ્રદુષણ કરતા દુકાનદારો વિરુદ્ધ વાત્સલ્ય ન્યૂઝની પહેલ..

વાંકાનેર:વાંકાનેર માં ટ્રાફિકની સમસ્યાનો હલ થતો નથી તેવામાં મેડિન ચાઇના વારા પોતાની જાહેરાતો માટે જાહેર રોડ રસ્તા પર જ એક્ટિવિટી કરતા હોય છે તેમજ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે  મોટા મોટા લાઉડ સ્પીકરો જાહેર રસ્તા પર વગાડતા હોય છે જેના કારણે ધ્વની પ્રદુષણ ફેલાય છે અને રસ્તા પરથી પસાર થતા લોકો ના કાન ના પડદા ફાટી જાય એટલો મોટો ઘોંઘાટ કરતા હોય છે.

વાંકાનેર માં મોબાઈલ શોપ ધારકો ફોનની જાહેરાતો માટે રસ્તા વચ્ચે જાહેરમાં મોટા સ્પીકરો વગાડવામાં આવે છે.જેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્વની પ્રદુષણ ફેલાય છે.રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોનું ધ્યાન પણ એ તરફ કેન્દ્રિત થતું હોવાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે.તેમજ રસ્તા પર ટ્રાફિક થતું હોય છે.

આવી કોઈપણ પ્રવૃત્તિ જણાય તો વાત્સલ્ય ન્યૂઝ ને વોટ્સએપ મો.9979916961 પર ફોટા કે વીડિયો સાથે માહિતી મોકલી વાત્સલ્ય ન્યૂઝ ને જાણ કરશો.વાત્સલ્ય ન્યૂઝ આપના પ્રશ્નોને વાચા આપશે.


રીપોર્ટ

અર્જુનસિંહ વાળા

વાત્સલ્ય ન્યૂઝ વાંકાનેર

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..