Back

પી ડી એસ નું સર્વર ખોટકાતા લોકોપરેશાન

સસ્તા અનાજની દુકાનમાં દર માસે ગ્રાહકોની ફિંગર પ્રિન્ટ લઈને માલ આપવાની સિસ્ટમ અમલમાં છે ત્યારે લોકો પોતાનો કામ ધંધો છોડીને સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જાય ત્યારે સિસ્ટમમાં વારંવાર ખામી સર્જાતા લોકોની રોજગારી ઉપર વિપરીત અસર પડી રહી છે મજુરી કામ છોડીને લોકો સસ્તા અનાજની દુકાનમાં જ લેવા જતા હોય છે ત્યારે વારંવાર સર્વર ડાઉન અથવા તો બીજી કોઈ ટેકનીકલ ખામીઓ સર્જાતી હોય છે જેના લીધે લોકો નું ધંધો-રોજગાર પર વિપરીત અસર પડતી હોય છે 

સસ્તા અનાજની દુકાનના સંચાલક સાથે ગ્રાહકોની વારંવાર તકરાર જેવા પ્રસંગો બને છે જેના લીધે વૈમનસ્ય ઊભું થાય છે તેમાંયે ગામડામાં લોકો મજુરી કરીને ગુજરાન ચલાવતા હોય છે તેવા સંજોગોમાં એક દિવસ નો બગાડ તેમની પોસાય તેમ હોતું નથી જેના લીધે વારંવાર દુકાન સંચાલક સાથે ઝઘડા થતા હોય છે આ સમસ્યાનો સત્વરે કોઈ યોગ્ય ઉપાય શોધી ને સર્વર તેમજ ટેકનિકલ ખામી ને દુરસ્તકરવામાં આવે તુજ આ સમસ્યાનો ઉપાય શક્ય છે વારંવાર ખોટકાતા સર્વર ના લીધે ગ્રાહકો તેમજ દુકાન સંચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે


કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ

બાયડ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..