Back

"ભચાઉ શહેર કાલે ૬૮૦૦ વૃક્ષો નુ એક સાથે રોપણ કરી ગ્રીન સીટી બનવા તરફ એક કદમ આગળ ધરશે"

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ - ધનસુખ ઠકકર


"ભચાઉ શહેર કાલે ૬૮૦૦ વૃક્ષો નુ એક સાથે રોપણ કરી ગ્રીન સીટી બનવા તરફ એક કદમ આગળ ધરશે"


         માનવતા ના કાર્યો માં સદા અગ્રેસર રહેલા ભચાઉ નગરપાલિકા ના યુવા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ આજે ભચાઉ શહેર ખાતે "માનવતા ની દીવાલ" નામની જરૂરિયાત મંદો ની ઉપયોગી થાય એવી ચીજોને અહી રાખવા અને જરૂરીયાત મંદો અહી થી પોતાને જરૂરી જે હાજર હોય એવી વસ્તુ લઇ જાય એ માટે માનવતા ની દીવાલ ને નગરપાલિકા ના ટેક્ષીસ્ટેન્ડ પાસે બનાવી છે જેને આજે કુલદીપસિંહ એ ખુલી મુકીને સમગ્ર કચ્છ જીલ્લા માં સેવા નો એક નવો આયામ આદર્યો છે.

    આવતી કાલે નગરપ્રમુખ ના સ્વપ્ન સમા સંકલ્પ ના પ્રથમ ચરણ સમા એક સાથે ૬૮૦૦ વૃક્ષો નુ રોપણ શહેરની શ્રદ્ધા ના કેન્દ્ર આઈ રાજલમા ના વિશાળ પરિશરમાં ભચાઉ ની દરેક સ્કૂલ ના બાળકો, શહેરી જનો, સંતો, રાજકીય અગ્રણીઓ, અને સામાજિક સંસ્થાઓ ના કાર્યકરો ના હસ્તે વૃક્ષ વંદના સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે, એવી માહિતી આજે નગરપાલિકા પ્રમુખ  કુલદીપસિંહ જાડેજા ના આવિષ્કાર સમા સમગ્ર શહેરમાં લાગેલા માઈકો દ્વારા સમગ્ર શહેર ને ભચાઉ વિસ્તાર વિકાસ મંડળ ના પુર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર દ્વારા આપવામાં આવી હતી.

    આ ઐતિહાસિક વૃક્ષારોપણ ને આવકારવા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી મુન્દ્રા ના લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ભચાઉ ના ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી સાથે કચ્છ જીલ્લા ના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહી વૃક્ષ વંદના કરશે. 

         ભચાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ૬૮ વર્ષ પુર્ણ કર્યા એ નિમિત્તે આ પ્રથમ ચરણમાં ૬૮૦૦ વૃક્ષો વાવી પર્યાવરણ ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જી સમગ્ર કચ્છ જીલ્લા ને એક અનુકરણીય અને પ્રેરણાત્મક કાર્ય થી પોતાના સંકલ્પ ને આગળ વધાર્યો છે, શહેર ની ૪૦,૦૦૦ હજાર ની વસતી માં ૬૦,૦૦૦ વૃક્ષો તો હોવાજ જોઈએ એવુ માનતા આ યુવા પ્રમુખે અગાઉ પણ અટલ વનના નિર્માણ થી પોતાનો પર્યાવરણ પ્રેમ દર્શાવી ચુક્યા છે તો તાજેતરમાં ગણેશચતૃથી નિમિત્તે વૃક્ષમાં વિનાયક ને પ્રતિષ્ઠિત કરી ને પર્યાવરણ જાણવણી માં પોતાની અન્નન્ય સુજનો પરિચય આપ્યો છે આમ આવતી કાલે એક સાથે છ હજાર આઠ સો વૃક્ષો નુ રોપણ અને એના જતન માટે ભચાઉ નગરપાલિકા એ લીધેલા નિર્ણય થી પર્યાવરણ પ્રેમીઓ માં હર્ષ ની લાગણી ફેલાઈ છે.

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..