Back

સામખીયાળી ની જાંબાઝ પોલીસ ચોરી ડિટેકશનમાં કેમ પાછળ!"

 બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ 


રિપોર્ટ : ઘનશ્યામ બારોટ - ધનસુખ ઠકકર


સામખીયાળી ની જાંબાઝ પોલીસ ચોરી ડિટેકશનમાં કેમ પાછળ!"


"ચીભડચોરો એ પરશુરામ સોસાયટી માં ૨.૯૧ લાખની ચોરી કરી પોલીસ ને પડકારી"


   સામખીયાળી માં ગત તારીખ પંદર મી ની રાતે છેવાડે આવેલી કમ્પાઉન્ડબંધ અને જ્યાં માત્ર બ્રહ્મ સમાજના લોકો જ વસવાટ કરે છે એવી પરશુરામ સોસાયટી માં, ચોરોએ લાખોની ચોરી કરી સામખીયાળી પોલીસ ને પડકાર ફેંક્યો છે, છેલ્લા કેટલાક સમયથી સામખીયાળી વિસ્તાર માં ચીભડચોરી ના બનાવો બનતા રહ્યા છે પણ યેનકેન પ્રકારે જેની ફરીયાદ ન નોંધાવી ને જાણેકે ચોરોને પરોક્ષ રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું હોય એમ અહી ચોરોએ મોટી ચોરી ને અંજામ આપીને આ વિસ્તારની ફરિયાદ  નોધાવા ની આળસનો પુરેપુરો ફાયદો ઉઠાવી ને લાખોનો હાથ માર્યો છે.

     આ બાબતે મુળ જંગી અને હાલે સામખીયાળી ની પરશુરામ સોસાયટીમાં રહેતા રમેશભાઈ અંબારામભાઈ સુંબડ (મારાજ) દ્વારા સામખીયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત ૧૫ - ૯ - ના રોજ તેમના ગામ જંગી માં નમાણસાપીર નો મેળો હોઈ તેઓ સાંજે પાંચ વાગ્યે પોતાના પરિવાર સાથે મેળામાં ગયા હતા, અને બીજા દિવસે તેઓ પરિવાર ને જંગી ગામે કુટુંબ પાસે રાખી પોતે એકલા પરત આવીને પોતાની દુકાને ગયા હતા તે પછી સાંજે એમનાં પત્ની અને બે બાળકો એ આવીને જોયું તો ધરનો નકુચો તોડીને કોઈ હરામખોર ઘરમાં પ્રવેશ્યા હતા અને અંદર જઈ રુમમાં રહેલા કબાટનો લોક તોડી એમાં રહેલા અઠ્ઠાણુ હજાર રોકડ સાથે, સોનાનું મંગળસૂત્ર, સોનાના પાટલાની એક જોડ, સોનાની વીંટી, ચાંદીની પોચી મળીને કુલ ૨,૯૧,૨૭૫ રૂપિયા અને મુદામાલ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, આ હરામખોરો ને ઝડપવા સામખીયાળી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે

ભચાઉ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..