Back

બગસરા ખાતે આયુષ્માન ભારત રેલી યોજાઇ..

બગસરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બગસરા દ્વારા સરકારની આયુષ્માન ભારત યોજના ને એક વર્ષ પૂરું થતાં આગામી પખવાડિયુ એટલે કે તારીખ ૧૫ સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આયુષ્માન ભારત પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બગસરા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ગોંડલીયા સાહેબ તથા તમામ બગસરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા આયુષ્માન ભારત રેલી નું આયોજન કરવામાં આવેલ

જેમાં લોકોમાં આયુષ્માન ભારત યોજના વિશે વધુમાં વધુ જાણકારી મળે તે સંદર્ભે સૂત્રોચ્ચાર તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ અને સાથે સાથે બગસરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માવજીંજવા તથા જુની હળિયાદ માં non communicable disease નો કેમ્પ કરવામાં આવેલ જેમાં લાભાર્થીઓના બીપી તથા ડાયાબિટીસની તપાસ તથા સારવાર કરવામાં આવેલ અને જરૂર જણાય જો વધુ સારવારની જરૂર હોય તો ઉપરોક્ત આયુષ્માન ભારત કાર્ડ ની મદદથી તે દર્દીની હાયર લેવલ ની સારવાર કરવામાં આવેલ તથા સરકારશ્રી દ્વારા નિર્ધારિત લાભાર્થીઓ કે જે આયુષ્માન ભારત તથા મા વાત્સલ્ય યોજના કાર્ડ કઢાવવા માટે એલિજિબલ છે પરંતુ હજુ કાર્ડ કઢાવેલ નથી તેવા લાભાર્થીઓ માટે કાર્ડ કઢાવવા ના કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે

જેમાં પીઠડીયા તથા સાપર અને બગસરાનાં નટવર નગરમાં આ કેમ્પ નું આયોજન કરીને ઘણા કાર્ડ કાઢવામાં આવેલ છે તદુપરાંત આવનારા દિવસોમાં બગસરા સરકારી દવાખાના ખાતે પણ ઉપરોક્ત કાઢવાની સુવિધા ચાલુ છે જેથી કરીને વધુમાં વધુ લાભાર્થીઓ ઉપરોક્ત કાર્ડ કઢાવી ને આ યોજનાનો લાભ લે તેવી તાલુકા હેલ્થ ઓફિસર તરીકે મારી તમામ નગરજનોને અ અરજી છે

બગસરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..