Back

ડિઝાઈનરો, પ્રિન્ટરો તેમજ પબ્લિસિટી એસોસિએશન સ્વચ્છતા અભિયાન માં જોડાશે

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ કે જે છેલ્લા 5 મહિના થી દર રવિવારે અલગ અલગ વિસ્તારો માં સફાઈ કરી ને મોરબી ને સ્વચ્છ તથા સુંદર બનવાનું કાર્ય કરે છે.

તે જ રીતે આ વખતે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા શનાળા રોડ અને રવાપર રોડ ને જોડતો નવા બસ સ્ટેન્ડ સામે સફાઈ કરવામાં આવશે અને સ્વચ્છતા જાગૃતિ ના કાર્યક્રમ કરવામાં આવશે. સ્વચ્છતા કાર્યક્રમ 22/9/2019, રવિવારે સવારે 6.30 થી 8.30 દરમિયાન રાખવામાં આવેલ છે.

આ રવિવારે સ્વચ્છતા અભિયાન માં મોરબી માં ગ્રાફિક ડિઝાઈનરો, ઓફસેટ પ્રિન્ટરો, ટાઇલ્સ ડિઝાઈનરો તેમજ પબ્લિસિટી એસોસિએશન જોડાશે અને મોરબી સ્વચ્છતા અભિયાન માં સાથ આપશે.

જે ડિઝાઈનરો, પ્રિન્ટરો તેમજ પબ્લિસિટી વાળા આ રવિવારે જોડાવા માંગતા તે આ રવિવાર સવારે 6.30 વાગે નવા બસ સ્ટેન્ડ ની સામે આવી અને જોડાઇ શકે છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..