બ્રેકિંગ . કાલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ બેલદારનુ અંતે રાજીનામું મંજુર
પંચમહાલ. કાલોલ
રિપોર્ટર. સાજીદ વાઘેલા
કાલોલ નગર પાલિકા ના ઉપપ્રમુખ પદે થી મહેન્દ્રભાઇ બેલદારનુ રાજીનામુ આજ રોજ નગરપાલિકાના હોલમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઇ પટેલ અધ્યક્ષતામાં અને ચીફ ઓફિસર મહેન્દ્રભાઇ સોલંકી ની હાજરી માં મળેલી ખાસસામાન્ય સભામાં કુલ ૨૮ સભ્યો પેકી ૨૧ હાજર સભ્યોની સર્વ સંમતિથી ખાસસામાન્ય સભામાં રાજીનામું મંજુર કરવામાં આવ્યો તેમ કાલોલ નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવાયું હતું.
કાલોલ નગર પાલિકા ના ઉપપ્રમુખ પદેથી રાજીનામાં ની અટકળો ઘણા સમયથી ચાલતી હતી અને વધારામાં પંચમહાલ જિલ્લામાં મોરવા હડફ અને લુણાવાડા બેઠકો ની પેટા ચૂંટણી ને ધ્યાને લઈ જિલ્લાનું સંગઠન અને કાલોલના પ્રભારી ગોધરાના રાજુભાઈ દરજી અચુક નગરપાલિકા ખાતે હાજર રહીને અંતે ઉપપ્રમુખ પદે થી મહેન્દ્રભાઇ બેલદારનુ રાજીનામુ આજ રોજ નગરપાલિકાના હોલમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઇ પટેલ અધ્યક્ષતામાં અને ચીફ ઓફિસર મહેન્દ્રભાઇ સોલંકી ની હાજરી માં મળેલી ખાસસામાન્ય સભામાં કુલ ૨૮ સભ્યો પેકી ૨૧ હાજર સભ્યોની સર્વ સંમતિથી ખાસસામાન્ય સભામાં રાજીનામાની અટકળો વચ્ચે અંતે રાજીનામાનો મંજુર કરી લેવામાં આવ્યો હતો.






