Back

જામનગરમાં ખ્યાતનામ વકીલ કીરીટભાઈ જોશી હત્યા પ્રકરણને લઈને બ્રહ્મ સમાજ અને વકીલ પરિવાર કલેકટરના દ્વારે


જામનગરમાં આજથી અંદાજે દોઢેક વર્ષ પહેલા, શહેરના ટાઉનહોલ વિસ્તારમાં વિપ્ર વકીલ કિરીટ જોશીની સરાજાહેર અને ક્રૂર રીતે હત્યાથી હતી. આટલા લાંબા સમયથી આ બનાવના હત્યારાઓને સરકાર પકડી શકી નથી અને મૃતક કિરીટ જોશીના પરિવારના મહિલાઓ અને બાળકો, પાછલા ૧૮ મહિનાથી ભયના ઓથાર નીચે ફફડી રહ્યા છે.

જામનગરમાં ખ્યાતનામ વકીલ કીરીટભાઈ જોશી હત્યા પ્રકરણને લઈને બ્રહ્મસમાજમાં તંત્રો પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે. લાગણી સરકાર સુધી પહોંચાડવા માટે, બ્રહ્મ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેર તથા જીલ્લા બ્રહ્મ સમાજના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદનપત્રમાં, હત્યા પ્રકરણની તપાસ અંગે ગુસ્સો વ્યક્ત  કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છેકે, હત્યા પછીના શરૂઆતના મહિનાઓમાં જામનગર પોલીસે પ્રકરણની તપાસ આદરી હતી. પરંતુ મહિનાઓ પછી પણ જામનગર પોલીસ તપાસમાં આગળ વધી શકી હતી. તેથી રાજ્ય સરકારે જામનગર પોલીસ પાસેથી તપાસ આંચકી CID ક્રાઈમને સોંપી દીધી હતી. જોકે, CIDને  તપાસ સોંપાયાના મહિનાઓ નીકળી ગયા હોવા છતાં, આજની તારીખે CID વિભાગ પણ પ્રકરણમાં કોઈ સફળતા મેળવી શક્યો નથી. આવેદનપત્રમાં એવો ચોંકાવનારો આક્ષેપ થયો છેકે, હત્યા પ્રકરણના મુખ્ય સુત્રધાર માનવામાં આવતાં જમીન માફિયા જયેશ પટેલ સુધી પહોંચવામાં તંત્રોની નિષ્ફળતા રહસ્યમય છે. જામનગરના  કેટલાક આગેવાનો અને અન્ય લોકો સાથે આરોપી જયેશ પટેલને ઘરોબો હોવાનું પણ ચર્ચાઈ છે. હત્યા બાદ અન્ય પ્રકરણોમાં પણ જયેશ પટેલનું નામ ઉછળ્યું હોવા છતાં, તંત્રો જયેશ પટેલ તો ઠીક પરંતુ જયેશ પટેલની સુચના મુજબ, જે ત્રણ શખ્સોએ ક્રૂર હત્યાના બનાવને અંજામ આપ્યો હતો. તે આરોપીઓને પણ તંત્રો પકડી શક્યા નથી.  જેને પરિણામે મૃતક કિરીટ જોશીના પરિવારજનોની ન્યાય મેળવવાની આશાનો દીવડો ધીમેધીમે ઓલવાઈ જવાની સંભાવનાઓ સપાટી પર આવી છે. મૃતકના માતા કમળાબેન તથા પત્ની દક્ષાબેન આજે આવેદનપત્ર આપતી વેળાએ, ઘટના અંગે સરકારની નિષ્ઠુરતા વિષે બે શબ્દો પણ બોલી શકાય તેટલું દુઃખ અનુભવી રહ્યા હતા. આવેદનપત્ર આપતી વેળાએ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદી, જીલ્લા પ્રમુખ પ્રફુલ્લ વાસુ, શહેર પ્રમુખ આશિષ જોશી તથા બ્રહ્મસમાજના અન્ય અગ્રણીઓ અને યુવાનો હાજર રહ્યા હતા.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..