Back

જીવના આવશ્યક હાર્ટ સર્જરી - આંગણી ચિંધ્યાનું પુણ્ય:વિનોદ ચાવડા

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ કચ્છ બ્યુરો ચીફ


રિપોર્ટર: ગૌતમ બુચિયા


જીવના આવશ્યક હાર્ટ સર્જરી - આંગણી ચિંધ્યાનું પુણ્ય:વિનોદ ચાવડા


કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ભાડરા ગામના અત્યંત ગરીબીમાં જીવતા જખુ વેરશી ગરવાને અચાનક હાર્ટ પ્રોબ્લેમ થતાં કચ્છના સ્થાનિકે ડોકટરઓએ બાયપાસ સર્જરી ઓપરેશન માટે જણાવતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને મોટી હોસ્પિટલો કે મોટા શહેરોથી અનભિગ્ન જખુભાઈ ગરવાએ કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાનો સંપર્ક સાધતા વિનોદભાઈ ચાવડાએ લાયન્સ ગ્રૂપ હોસ્પિટલના મેડિકલ વિભાગમાં સેવા આપતા ઘણા લોકોને માર્ગદર્શન અને જીવન રક્ષક બનતા મનસુખભાઈ નાગડાના માધ્યમથી તેમને સંજીવનની સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલમાં “માં અમૃતમ વાત્સલ્ય યોજના” હેઠળ વિના મૂલ્યે સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. 

સંજીવનની સુપર સ્પેશિયાલીટી હોસ્પીટલના ડો.વિનય ભોમિયા તથા ડો.અલ્પેશ પટેલે ખુબ જ જતન પૂર્વક ઓપરેશન અને સારવાર આપી જખુભાઈ ગરવાને નવજીવન બક્ષ્યુ છે.આ સંદર્ભે સંપૂર્ણ સ્વસ્થાય અને તંદુરસ્ત જખુભાઇ ગરવાએ સાંસદ વિનોદભાઈ ચાવડા અને સમાજસેવી મનસુખભાઈ નાગડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

લખપત શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..