Back

નવયુગ સંકુલમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ચૂંટણી યોજાઈ

અહેવાલ - ભાવિક રૈયાણી

રિઝલ્ટની સાથે સાથે પ્રવૃત્તિ ક્ષેત્રે પણ હર હંમેશ આગળ રહેતી નવયુગ સંકુલ બાળકોને માત્ર અભ્યાસજ નહીં પરંતુ સાથે સાથે અન્ય પ્રવૃતિઓ કરીને બહારનું જ્ઞાન પણ મેળવે તે હેતુથી ધોરણ - 7 અને 8 માં સામાજિક વિજ્ઞાનનું ધ્યાયન કરાવતા નવયુગના સ્ટાર શિક્ષક સંદીપસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાનની ચૂંટણી કરી હતી. આ ચૂંટણીમાં બાળકોએ હોંશભેર મતદાન કર્યું હતું. આ મતદાન માટે નેતાના એજન્ટો, BLO ની કામગીરી, મતદાન મથક તથા મતદાન માટેના ઝોનલની કામગીરી બાળકોએ કરી હતી. આ સાથે બાળકોમાં ખરા અર્થમાં ભણતર સાથે ગણતરનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. 

આ પ્રવૃતિ શિક્ષણની પહેલને શાળાના શિક્ષકમિત્રો દ્વારા આ પ્રકારની પ્રવૃતિઓ કરી બાળકોનો અભ્યાસ સરળ બનાવનાર શિક્ષકશ્રી સંદીપસિંહને સંસ્થાના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..