Back

કાલોલ તાલુકાની બાકરોલ પ્રા. શાળાની ઇકોકલબ અંતર્ગત જીલ્લાના સાત તાલુકાના ૬૦ શિક્ષકોની મુલાકાત

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




ગતરોજ કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર અંતર્ગત પંચમહાલ જિલ્લા ના સાત તાલુકામાંથી 60 શિક્ષક મિત્રોએ ઇકોક્લબ અંતર્ગત મુલાકાત લેવામાં આવી હતી. જેમાં શાળામાં થતા ઇકો ક્લબ ની પ્રવૃતિઓ જેવી કે બોટલ ગાર્ડન. ટેરેસ ગાર્ડન વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ ઉપરાંત શાળા વર્કશોપ. ઇનોવેશન પ્રવૃતિઓ. રિસેસ પ્રવૃતિઓ ને નિહાળી શાળાની સ્વચ્છતા અને તમામ વસ્તુઓની જાળવણીથી તેઓ પ્રભાવિત થયા અને સારી કામગીરી માટે પ્રશંસા કરી હતી.આ કાર્યક્રમનું આયોજન બાકરોલ પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય સતિષભાઇ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષકો દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..