Back

ગોંડલ તાલુકા કક્ષા ના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં મોવિયા સેન્ટર ની શાળા ઓ નો રણકાર.

તારીખ 19/9/19  ગોંડલ બ્લોક લેવલ નું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન (ડો.વિક્રમ સારા ભાઈ પ્રદર્શન ) યોજાઈ ગયું જેમાં આખા તાલુકા ના નાના નાના બાલ વૈજ્ઞાનિકો ને ઉત્સાહ ભેર ભાગ લીધો.કુલ 14 સેન્ટર માંથી 28 કૃતિ ઓ બાલ વૈજ્ઞાનિકો એ રજૂ કરી.કૃતિ ની રજુઆત ની સાથે સાથે ડો.વિક્રમ સારા ભાઈ વિષય અંતર્ગત નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નું પણ આયોજન થયું..એ સાથે ડાર્કપ્રોજેક્ટર રૂમ પર ડો.વિક્રમ સારા ભાઈ ના જીવન ની સફળતા ઓ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આધારીત નાનું  મુવી  ( વિડીયો કલ્પીસ) બતવવા માં  આવી .

સુંદર તંદુરસ્ત વાતાવરણ અને સ્પર્ધાત્મક વાતવરણ વચ્ચે પણ મોવિયા સેન્ટર ની બબ્બે કૃતિઓ ઓ જિલ્લા કક્ષાએ જવા માટે પસંદગી પામી. શ્રી મોવીયકન્યાશાળા અને શ્રી કન્ટોલિયા શાળા CRC MOVIYA માથી હવે પછી જિલ્લા કક્ષાએ ગોંડલ તાલુકા નું વિભાગ 2 & 5 માં પ્રતિનિધિત્વ કરશે.આ સફળતા ની સાથે સાથે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધા માં કન્ટોલિયા શાળા ની દીકરી તાલુકા માં પ્રથમ સ્થાન મેળવ્યું સાથો સાથ રાજ્યકક્ષાએ 4 ક્રમ પર અભ્યાસમ ની સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓ નું સન્માન થયેલ એ દાફડા શિવમ નું બ્લોક કક્ષાએ સન્માન કરવા માં આવ્યુ આ આનંદ ની ક્ષણો ની સાથો સાથ મોવિયા સેન્ટર ના NMMS પાસ વિદ્યાર્થીઓ તો ખરાજ..એમનું સન્માન પણ આ સપ્તરંગી સફળતા માં રંગ પુરનાર રહ્યું...આ તકે CRC CO.શ્રી ડિમ્પલ બેન ભુત, બન્ને શાળા ના વિજ્ઞાન શિક્ષકો શ્રી પંડ્યા પ્રફુલ ભાઈ શ્રી હદવાણી ગૌતમ ભાઈ અને નાના નાના બાલ વૈજ્ઞાનિકો ની મહેનત અને બાળકો ને શાળા કક્ષાએ અપાતું માર્ગદર્શન નોંધનીય બની રહ્યું.વધુ અભ્યાસકીય પ્રગતિ ની સફળતા માટે હર હમેશ મહેનત કરનાર મોવિયા સેન્ટર શાળા પરિવાર ની નોંધ લેવી રહી .


ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..