Back

શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો

શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો જેમાં કુલ ૨૮ શાળાના બાળકોએ શિક્ષકો સાથે ભાગ લીધો.

જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિ,વડોદરા દ્વારા  આયોજિત " ટકાઉ વિકાસ માટે વૈજ્ઞાન ટેકનોલોજી ના મુખ્ય વિષય ને અનુલક્ષીને તાલુકા કક્ષા નો પ્રાથમિક શાળાઓનું વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ પ્રદશન યોજાયું હતું.જેમાં શિનોર તાલુકાની ૨૮ શાળાઓએ ભાગ લીધો હતો.


 શિનોર તાલુકાના સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક વર્ષ - ૨૦૧૯/૨૦ નું શિનોર તાલુકા કક્ષા નું વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિનોર તાલુકા ની ૨૮ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો.

         જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા શિક્ષણ સમિતિ ,વડોદરા દ્વારા શિનોર ના સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા નું ગણિત ,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૮ શાળાઓ ના બાળકો અને શિક્ષકો , અશોકભાઈ પ્રજાપતિ ,બી.આર.સી. શિનોર , શિનોર તાલુકા પ્રાથમિક.શિક્ષક સંઘ અને શિનોર.તાલુકા સહકારી મંડળી ના હોદેદારો ,સી.આર.સી.ગ્રુપાચાર્ય સહિત નાઓ ઉપસ્થિત રહ્યા હતા.

            અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકા ના સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં યોજાયેલ ગણિત ,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગ માં ૨૮ શાળાઓ ના બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. સાધલી શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષા ના વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ ના પ્રદર્શનમાં શિનોર તાલુકા ની ૨૮ શાળા ના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા .પ્રદર્શન દરમિયાન બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન પ્રદર્શન મા રજૂ કરેલી વિવિધ કૃતિઓ નિહાળી હતી. 



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..