Back

સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજપીપળાને ઓડીએફ પ્લસ દરજ્જો : શહેર જાહેર શૌચક્રિયા મુક્ત બન્યું

સ્વચ્છ ભારત મિશન હેઠળ રાજપીપળાને ઓડીએફ પ્લસ દરજ્જો : શહેર જાહેર શૌચક્રિયા મુક્ત બન્યું

રાજપીપળા શહેરના નાગરિકો અને નગર પાલિકા માટે ‘ઓડીએફ પ્લસ’નું સ્ટેટસ ખૂબ જ ગૌરવની વાત

રાજપીપળા : જુનેદ ખત્રી

સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકાર દ્વારા રાજપીપળા શહેરને જાહેર શૌચક્રિયાથી મુક્ત શહેર તરીકે ઓડીએફ પ્લસ દરજ્જો આપવામા આવ્યો છે. ત્યારે આ બાબતે રાજપીપળા નગર પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજપીપળા શહેરના નાગરિકો અને નગર પાલિકા માટે ‘ઓડીએફ પ્લસ’નું સ્ટેટસ ખૂબ જ ગૌરવની વાત છે. હવે આપણે સૌ આ સ્ટેટસ જાળવી રાખવાનો પડકાર સાચવી રાખવા નિયમોનું પાલન કરવું પડશે અને આ નવી ઓળખને બરકરાર રાખવા સતત જાગૃત રહી પ્રયાસ કરતા રહીએ તેવી મને અપેક્ષા છે.


અમિત પંડ્યા એ વધુમાં જણાવ્યું હતું કે ઓપન ડેફેકશન પ્લસ ઇન્સ્પેકશન માટે કવાલિટી કન્ટ્રોલ ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા જુદા-જુદા માપદંડોના આધારે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. સરકારની ટિમો દ્વારા ચાલુ કંડિશનમાં તેમજ સ્લમ વિસ્તારોમાં ઇન્ડીવિડ્યુઝલ ટોઇલેટ તથા કોમ્યુનિટી ટોઇલેટની વ્યવસ્થા, રેસિડેન્શિયલ વિસ્તારમાં પબ્લિક ટોઇલેટની વ્યવસ્થા, પબ્લિક વિસ્તાર પબ્લિક ટોઇલેટની વ્યવસ્થા વિગેરે સાથોસાથ કુલ અલગ-અલગ આવા વિસ્તારમાં પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાં કોઇ પણ જગ્યાએ ખુલ્લામાં શૌચક્રિયા થતી નથી તેમ જોવા મળ્યું હતું.


શહેરના ટોઇલેટ આઇડેન્ટીફાઇ કરાયા હતા.અને જેમાં  જુદા-જુદા માપદંડ ચકાસવામા આવ્યા હતા જેમાં તે યોગ્ય સાબિત થયા હતા.મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ડિપાર્ટમેન્ટ દ્વારા તેનું થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવવામાં આવ્યું હતું અને તેમાં તે ખરા ઉતરતા રાજપીપળા શહેરને ઓડીએફ પ્લસનું સ્ટેટસ આપવામાં આવ્યું છે એ આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..