Back

ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે

ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ભરૂચમાં બે દિવસીય 8 માં નેશનલ મેનેજમેન્ટ કન્વેનશનનું ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની હાજરીમાં ઉદઘાટન કરાયું હતું.ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગક્ષેત્રે મહત્તમ મૂડી રોકાણ થઈ રહ્યું છે ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્રે પાયાની અને માળખાગત સુવિધાઓને કારણે વેપાર ઉદ્યોગનું સાનૂકુળ વાતાવરણ છે જેને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે ઉર્જા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત પાવર સરપ્લસ સાથે હવે આગામી સમયમાં વોટર સરપ્લસ સ્ટેટ બનશે સમગ્ર દેશમાં ગુજરાતે પીવાના અને સિંચાઈ માટેના પાણીનું અસરકારક વ્યવસ્થાપન કર્યું છે રાજયના સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉદ્યોગો પર્યાવરણ રક્ષકની જવાબદારી નિભાવવાની સાથે સમાજમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણની સામાજીક જવાબદારી નિભાવવાનો અનુરોધ કર્યો હતો ધારાસભ્ય દુષ્યંત પટેલે બી.ડી.એમ.એ ધ્વારા ઉદ્યોગોના સમતુલ વિકાસ માટે બે દિવસીય યોજાનારા સેમિનાર ઘણો ઉપયોગી હોવાનું જણાવ્યું હતું પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની ચિંતા કરવી જોઈએ ઈવેન્ટ ચેરમેન એન.કે.વલેચા, ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટર (ઓપરેશન) જીનેશ શાહ, સી.ઈ.યુ ચીફ ઓપરેટીંગ ઓફિસર્સ એચ. કે. અગ્રવાલે બે દિવસીય સેમિનારમાં અંતર્ગત પ્રાસંગિક ઉદૃબોધન કર્યું હતું પ્રારંભમાં બી.ડી.એમ.એ ના પ્રેસીડન્ટ પરાગ શેઠે સ્વાગત પ્રવચન કર્યું હતું અંતમાં આભારવિધિ ઈવેન્ટ કોઓર્ડીનેટર હરિશભાઈ જોષીએ કરી હતી  ઉદ્યોગોના સમતોલ વિકાસ માટે જરૂરી સંશોધનોનું સુવ્યવસ્થિત આયોજન હોવું જરૂરી છે જે વિષય ઉપર ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બે દિવસીય કન્વેનશનનું આયોજન કરવામાં આવ્યું છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..