Back

દેવગઢ બારીઆ પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા નું આગમન

 દેવગઢ બારીયા માં બીજા દિવસે પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા .રસ્તાઓ ,તળાવો, કોતરોમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી .કેટલીક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા. મેઘરાજાએ વિરામ લેતા સૌના મુખે વરસાદ હવે નહીં આવે તેવી આશા સેવાઈ રહી હતી .સતત વરસાદ વરસવાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળે છે .આજરોજ બપોરના સમયે પણ જોરદાર ઝાપટુ પડ્યા બાદ સાંજના સમયે પણ ગાજવીજ સાથે  ઝાપટુ પડયું હતું.