Back

LPG સિલેન્ડર પર મળે છે 50 લાખ રૂપિયાનો મફત વીમો, આવી રીતે કરો એપ્લાય

શું તમને ખબર છે કે એલપીજી સિલેન્ડરનો કનેક્શન લેતા જ તમને 50 લાખ રૂપિયા સુધીનો વીમા કવર મળે છે. પરંતુ જાણકારીના અભાવના કારણે લોકો તેમને ફાયદો થઈ શકતો નથી. બધા જ રજિસ્ટર્ડ ગ્રાહકોને રજિસ્ટર્ડ એડ્રેસ પર ગેસ સિલેન્ડરના કારણે કોઈ ઘટના બને છે તો મફતમાં વીમો આપવામાં આવે છે. જો કોઈ પણ ગ્રાહકના ઘરે ગેસને કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન થાય છે તો તેઓ વીમા માટે ક્લેમ કરી શકે છે. ગ્રાહકનો આખો પરિવાર વીમા ક્લેમ હેઠળ આવે છે. એટલે કે પરિવારના કોઈ પણ સભ્યની સાતે ગેસ સિલેન્ડરના કારણે કોઈ નુકશાન થાય છે તો વીમા માટે ક્લેમ કરી શકાય છે.

હવે પ્રશ્ન થાય છે કે, વીમા માટે કેવી રીતે એપ્લાય કરવું જેથી મફતના વીમાનો લાભ લઈ શકાય. તેના માટે ગ્રાહકોને કેટલીક પ્રક્રિયને પોલો કરવુ પડશે જે બાદ આસાનીથી ક્લેમ કરી શકાય છે. અકસ્માતની ઘટનામાં સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવવી. ત્યાર બાદ થોડા દિવસ પછી નજીકના ડિસ્ટ્રીબ્યૂટરને સૂચના આપવી.
ત્યાર બાદ ડિસ્ટ્રીબ્યૂટર ઓઈલ કંપની અને વીમા કંપનીને તે વિશે જાણ કરવી. ત્યાં મૃતકના જરૂરી સર્ટીફિકેટ આપવા પડશે. ત્યાર બાદ રીઝનલ કાર્યલય અને પછી રીઝનલ કાર્યલય જરૂરી પુરાવા વીમા કંપનીને સોંપી દે છે. ત્યાર બાદ વીમા કંપની તમામ પાસાઓની તપાસ કર્યા બાદ તમારા વીમાની રકમ પ્રદાન કરશે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવુ

એવું નથી કે આ બધા સ્ટેપ્સ ફોલો કર્યો તો તમને ત્વરત વીમો મફતમાં મળી જશે. મફત વીમાં આપવા માટે કેટલાક ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. મફત વીમા મેળવવા માટે ગ્રાહકો પાસે માન્ય ગેસ કનેક્શન હોવું જોઈએ. આ ઉપરાંત, ગેસ સ્ટોવ આઈએસઆઈ માર્ક વાળો હોવો જરૂરી છે. તેમાં લાઈટર અને ગેસનો પાઈપ પણ શામેલ છે. આ ઉપરાંત તમારે તમારા ગેસ ડીલરથી ગેસ કનેક્શનને રેગ્યુલર તપાસ કરાવવી.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..