Back

ચિલ્ડ્રન હોમના લાપતા બાળકને શોધી વાલીઓ સુધી પહોંચાડતી જૂનાગઢ પોલીસ

💫  _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *"પોલીસ પ્રજાનો મિત્ર છે"* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ..._


💫  _ઘણીવાર માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે....._


💫  _જુનાગઢ શહેરના સુખનાથ ખાતે ચિલ્ડ્રન હોમમાં રહી, મારી શાળામાં અભ્યાસ કરતા મૂળ પોરબંદરના વતની રોહિત મેરામનભાઈ જાદવ ઉવ. 08 સવારના કલાક 11.30 વાગ્યે સ્કૂલમાંથી કોઈને ખયા વગર જતો રહેતા, શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા તેમજ ચિલ્ડ્રન હોમના સંચાલકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી. આ બાળક રોહિત મૂળ પોરબંદર ખાતે રહેતો હોય, જરૂરિયાત મંદ લોકોને શિક્ષણ આપતી તથા રાખતી સંસ્થા દ્વારા તેને જૂનાગઢ ચિલ્ડ્રન હોમમાં રાખી, મારી શાળામાં ધોરણ 03 મા ભણાવવામાં આવતો હોય, આ બાળક રોહિત જાદવ ગુમ થતા, પ્રિન્સિપાલ તથા શિક્ષકો ચિંતામાં પડી ગયેલા હતા અને તેઓ દ્વારા આજુબાજુ, એસટી, રેલવે સ્ટેશન, ભવનાથ, વિગેરે જગ્યા શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવેલ હતી..._


💫  _જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક સ્કૂલ ડ્રેસમાં ફરતો હોવાની જાણ કરવામાં આવતા, જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબેશ્નર ડીવાયએસપી સ્મિત ગોહેલના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.એમ.ચૌહાણ તથા સ્ટાફના એ.એસ.આઇ. ગોવિંદભાઈ, ભગાભાઇ, પ્રવીણભાઈ, મેહુલભાઈ, સંજયસિંહ, કનકસિંહ, સહિતના માણસોની ટીમ દ્વારા *તાત્કાલિક તપાસ આદરી,મધુરમ વિસ્તારમાંથી બાળક રોહિત મેરામનભાઈ જાદવને મેળવી, સ્કૂલ ડ્રેસ આધારે તપાસ કરતાં તથા બાળકની પૂછપરછ કરતા, જૂનાગઢ સુખનાથ ચોક ખાતે મારી શાળામાં અભ્યાસ કરતા હોવાની વિગતો જાણવા મળતા, પોલીસ ટીમ તાત્કાલિક મારી શાળા ખાતે પહોંચી, પ્રિન્સિપાલ જયભાઈ વસવેલીયા (M :- 9924019679) ને મળતા, તેઓના તથા સાથી શિક્ષકોના  જીવમાં જીવ આવેલો અને તેઓ આ બાળકને સવારના 11.30 વાગ્યાથી શોધતા હોવાનું જણાવેલ હતું. ગુમ થયેલ બાળક હેમખેમ મળી આવતા, શાળા તથા ચિલ્ડ્રન હોમના સંચાલકો અને પોલીસ દ્વારા રાહતનો દમ* લીધો હતો. બાળક શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકોને મળતા ભાવ વિભોર થઈ ગયા હતા..._    


💫  _દરમિયાન મળી આવેલ બાળકને પૂછપરછ કરવામાં આવતા, *પોતે પોતાના માતાપિતાથી દૂર અહીંયા રહેતો હોય, ચિલ્ડ્રન હોમના અન્ય વિદ્યાર્થીઓ ખિજાવતા હોય, પોતાની માતા યાદ આવી જતા, પોતે પોતાના માતા પિતા પાસે પોરબંદર જવાનો વિચાર આવતા, શાળાથી કોઈને કહ્યા વગર નીકળી પોરબંદર જાવા નીકળી ગાયેલાનું જણાવેલ* હતું.. ....._


💫  _*જૂનાગઢ ખાતેથી નીકળી ગયેલ બાળક રોહિત જાદવ જૂનાગઢ પોલીસની તાત્કાલિક અને સમયસર પોલીસ મદદ મળતા, છોકરમતમાં શાળાએથી નીકળેલ બાળક પોતાના પ્રિન્સિપાલને મળતા, જૂનાગઢ પોલીસ દ્વારા બાળકને પોતાની ભૂલ સમજાવતા, બાળક શિક્ષકોને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતો અને સુખનાથ ચોક ખાતે આવેલ મારી શાળામાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને મારી શાળાના પ્રિન્સિપાલ તથા ચિલ્ડ્રન હોમના સંચાલકોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. ઉપરાંત, *જૂનાગઢ પોલીસ દ્વારા મારી શાળા તથા ચિલ્ડ્રન હોમના સંચાલકોને પોતાના બાળકોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી* પણ કરવામાં આવેલ હતી. ઉપરાંત, *બાળકને પણ શિક્ષકોની આજ્ઞાનું પાલન કરવા અને ભણવામાં ધ્યાન આપવા પણ સલાહ* આપી હતી.._ 


💫  _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ દ્વારા બાળકને શાળાના આચાર્ય તથા સંચાલકો સાથે મિલન કરાવી, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું..._

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..