Back

રાજકોટમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 1 ને પકડી પાડતી ગાંધીગ્રામ ડી-સ્ટાફ ટીમ

(કશ્યપ જોશી), રાજકોટ :

 પોલીસ કમિશનર રાજકોટ શહેર તથા સંયુક્ત પો.કમિ  ચૌધરી, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા  તથા મદદનીશ પોલીસ કમિશનર પી. કે.દિયોરા ના પ્રોહીબીશન ના  કેસ શોધી કાઢવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હતું 

જે મુજબ  આજરોજ તા.૨૦/૦૯/૧૯ ના રોજ ડી સ્ટાફ પો.સ.ઇ. જે.એમ ભટ્ટનાઓ ડી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ સંતોષ ભાઇ મોરી તથા પો.કોન્સ. વનરાજભાઇ લાવડીયા,

દિવ્યરાજસિંહ જાડેજા, કનુભાઇ બસીયા નાઓની સંયુકત બાતમીના ગાંધીગ્રામ મોચીનગર-૦૬ શેરી - ૦૪ ની સામે મીત મોટર્સ એન્ડ ગેરેજ પાસે રોડ ઉપરથી એસન્ટ કાર નંબર  GJ 03 BA 2023 ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એકને પકડી લેવાયો હતો.


પોલીસે કબ્જે લીધેલા મુદ્દામાલમાં (૧) જોન માર્ટીન પ્રીમયમ હીસ્કી બોટલ નંગ-૨૦૪ કુલ કિ.રૂ. ૮૧,૬૦૦/ (૨) દાનોવા વોડકા લખેલ કાચના ૧૮૦ એમ.એલ.ના ચપલા નંગ-૨૪ કુલ કિ.રૂ. ૨૪૦૦/ (3) એઇટ પી.એમ. સ્મથ ઇન્ડીયન વ્હીસ્કી બ્લેન્ડેડ વીથ સ્કોચ ચપલા નંગ-૪૮ કુલ કિ.રૂ. ૪૮૦૦/ (૪) જોન માર્ટીન પ્રીમયમ હીસ્કી ચપલા નંગ-૭૨ કુલ કિ.રૂ. ૭૨૦૦/ 

(૫) રોયલ ચેલેન્જ કલાસીક પ્રમિયમ વ્હીસ્કી બોટલ નંગ-૧૨ કુલ કિ.રૂ.૬,૦૦૦/-મળી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૨૧૪ તથા ચપલા નંગ ૧૪૪ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૦૦૦/- ના મુદામાલસાથે મળી આવતા તથા એસન્ટ કારનો ઇગ્લીશ દારૂની હેરફેરમાં ઉપયોગ કરેલ હોય જેથી એસન્ટ કાર નં GJ 03 BA 2023 ની કી.રૂ ૭૦,૦૦૦/- ગણી આમ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલો તથા એસન્ટ કાર મળી કુલ કી.રૂ.૧,૭૨,૦૦૦/- ના

મુદામાલ સાથે  (૧)યશભાઇ ઉર્ફે બીટુ સુરેશભાઇ જીવાડીયા રહે ગાંધીગ્રામ ભરતીનગર શેરી નં.૦૪ “બહુચરાજી કુપા" મકાન નિધિ સ્કુલ ની સામે રાજકોટ પકડી લેવાયો હતો. જ્યારે (૨)જયદિપ દિપકભાઈ લહેરુ ઉર્ફે જે.ડી રહે. સિધ્ધીવિનાયક બ્લોક નં ૧૪ અયોધ્યા ચોક રાજકોટની પોલીસે શોધખોળ આદરી છે.

આ કામગીરી કરનાર અધિક/કર્મચારીઓમાં પો.સ.ઇ. જે.એમ.ભટ્ટ,  પો.હેડ.કોન્સ રાહુંલભાઇ વ્યાસ, પો.હેડ.કોન્સ સતીશભાઇ મોરી પો.કોન્સ,હાર્દિકસિંહ પરમાર, અમીનભાઇ કરગથરા, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા,કિશોરભાઇ

ઘુઘલ,શૈલેષભાઇ કગથરા દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા વિગેરે રોકાયા હોવાનું  વી.વી.ઓડેદરા, પોલીસ ઇન્સ્પેકટર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર દ્વારા જણાવાયું છે.



રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..