Back

ભુજના આર.ટી.ઓ પાસે આવેલ શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાંથી બોગસ પી.યુ.સી સેન્ટર ઝડપીલતી ભુજ એલ.સી.બી પોલીસ

 બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ

રિપોર્ટ : ગૌતમ બુચીયા

ભુજના આર.ટી.ઓ પાસે આવેલ શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાંથી બોગસ પી.યુ.સી સેન્ટર ઝડપીલતી ભુજ એલ.સી.બી પોલીસ


બોગસ પી.યુ.સી ફોર્મ,રાઉન્ડશીલ,બનાવી લોકોને છેતરતાં બે આરોપીઓની ધરપકડ કરાઈ


પી.યુ.સી બાબતે લોકોને સતેજ રહેવા લાલબત્તી સમાન કેસ શોધવામાં પશ્ચિમ કચ્છ એલ.સી.બી ને મળી મોટી સફળતા


 પશ્ચિમ કચ્છ એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી. ઔસુરા અને એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ જે નવા મોટર વ્હીકલ એકટના કાયદા સબંધે વાહન ચાલકો વીમા પોલીસી, ડ્રાઇવિંગ લાયસન્સ તથા પી.યુ.સી. જેવા વાહનોના દસ્તાવેજો બનાવવા નીયત કરેલ સેન્ટર ઉપર હાલમાં ધસારો જોવામળી રહ્યો છે આ બાબતે ગેરકાયેદસરની પ્રવૃતી ચાલે છે કે કેમ.? જો ચાલતી હોય તો હકીકત મેળવી કાર્યવાહી કરવા સૂચના મળી હતી જે બાબતે આજે મળેલ હકીકતના આધારે જીગ્નેશ કનુભાઇ વ્યાસ પોતાના કબજાની આર.ટી.ઓ. સર્કલ ખાતે આવેલ કતીરા કોમ્પલેક્ષમાં શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફીસમાં સરકારે પી.યુ.સી. સેન્ટર તરીકે માન્યતા ન આપેલ હોવા છતા અમદાવાદ ખાતેથી પી.યુ.સી. નામનુ સોફટવેર તૈયાર કરાવી, તેમજ અમદાવાદ થી મહા શકિત એન્ટરપ્રાઇઝ મુન્દ્રાના નામનો ખોટો રબ્બર સ્ટેમ્પ (સીકકો) તથા ભુજ ખાતેથી પી.યુ.સીના ખોટા ફોર્મ છપાવી સરકાર માન્ય પી.યુ.સી.સેન્ટર પોતાને મળેલ ન હોઇ તેમ છતા સરકારનુ નામ આપી ખોટા પી.યુ.સી. ફોર્મ છપાવ્યા હતા અને સોફ્ટવેરની મદદથી પોતાની ઓફીસમાં રાખેલ પ્રીન્ટર વડે વાહન ચાલકો તેમજ એજન્ટો ને બનાવટી પી.યુ.સી. સર્ટી કે જે મહાશકિત એન્ટરપ્રાઇઝ મુન્દ્રાના નામથી છપાવી તેના નામનો બનાવટી રાઉન્ડ સીલ સીકકો બનાવી કોમ્પયુટર રાઇઝડ પી.યુ.સી. તૈયાર કરી પી.યુ.સી. ના ખોટા પ્રમાણપત્રમાં સહી કરી તે બોગસ હોવાનું જાણવા છતાં વાહન ચાલકોને સાચા તરીકેના દસ્તાવેજ તરીકે ઠગાઇ કરવાના ઇરાદે ખોટી પી.યુ.સી. બનાવી આપી ખોટા દસતાવેજને ખરા તરીકે વાહન ચાલકોને આપી રહ્યાં હતાં જે આધારે બાતમી  વાળી જગ્યાએ રેડ કરી હતી જેમાં કોમ્પર્યુટર પ્રીન્ટર સહીતના સાધનો કિંમત રૂ.૫૫,૦૦૦/- મોબાઇલ ફોન નંગ.૨, કિંમત રૂ.૧૦,૦૦૦/-પી.યુ.સી.ના કોરા ફોર્મ નંગ ૪૭૩૨, પી.યુ.સી. ના કોમ્પયુટર રાઇઝડ ખોટા બનાવેલ ફ્રોમ નંગ.૧૦૨, અને રોકડ રકમ રૂ.૫૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી જીગ્નેશ કનુભાઇ વ્યાસ, રહે.હાલ નવી ઉમેદનગર કોલોની, પ્લોટ નં.૪૬૦, ભુજ તથા સાહનવાઝ મહમદ સુમરા ઉ.વર્ષ.૨૫, રહે.સેજવાળી માતમ,ભુજ  વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૯૭,૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી) મુજબ ધરપકડ કરી ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ બાબતે મુન્દ્રા ખાતે પણ કૌભાંડ ચાલતો હોવાની બાતમી મળવાને આધારે પોલીસે તપાસ હાથધરી છે અને આ પી.યુ.સી કેટલાં ગ્રાહકોને આપવામાં આવી છે અને આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથધરીને આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવા સહિતની માહિતી પ્રેસ કોંફ્રેન્સ યોજીને ડી.વાય.એસ.પી બી.એમ.દેસાઈએ જાહેર કરી હતી.

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..